દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને સહાયરૂપ થવા જિલ્લા એસેસમેન્ટ બોર્ડની રચના કરાઈ

PC: khabarchhe.com

રાજ્યમાં બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને સહાયરૂપ થવા માટે હાઈ સપોર્ટ નીડના એસેસમેન્ટ અને પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા એસેસમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે તેમ આરોગ્ય વિભાગના ઠરાવમાં જણાવાયું છે. ઠરાવમાં વધુમાં જણાવાયા અનુસાર કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા અમલી બનાવાયેલ પર્સન્સ વીથ ડિસએબીલિટી એક્ટ-1995 અંતર્ગત વિકલાંગ વ્યક્તિ (સમાન તક, અધિકાર સંરક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) એમેન્ડમેન્ટ રૂલ્સ-1996 અને એમેન્ડમેન્ટ રૂલ્સ-2009ને રદ કરી રાઈટ ઓફ પર્સન્સ વીથ ડિસએબીલિટી એક્ટ-2016નો નવો કાયદો અમલી બનાવાયો છે જેની જોગવાઈ મુજબ રાજ્યમાં શારીરિક-માનસિક અન્ય ક્ષતિ ધરાવતા વ્યક્તિઓને હાઈ સપોર્ટ નીડ અંગેના પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કરવા માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હાઈ સપોર્ટ નીડ એસેસમેન્ટ અને પ્રમાણપત્ર માટે જિલ્લા કક્ષાએ એસેસમેન્ટ બોર્ડની રચના કરાઈ છે. જેમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન અથવા તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અધ્યક્ષ તરીકે રહેશે. આ ઉપરાંત ચાર સભ્યોની નિમણૂક કરાઇ છે. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ઓર્થોપેડિક સર્જન, ઇએનટી સર્જન, ઓપ્થલ્મિક સર્જન, સાઇકિયાટ્રિક અને જનરલ ફિઝિશિયન અથવા બાળરોગ નિષ્ણાત (18 વર્ષથી નીચેના દિવ્યાંગજન માટે), ઓક્યુપેશનલ થેરાપિસ્ટ અથવા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અથવા ફિઝિયોથેરાપિસ્ટ તથા અધ્યક્ષ જરૂર મુજબ નિષ્ણાંતની નિમણૂક કરી શકશે.

એસેસમેન્ટ બોર્ડ ખાતે સ્પેશિયાલિસ્ટની, કે સાધનોની કે ટેસ્ટિંગની સુવિધા ન હોય તો જે તે જિલ્લા એસેસમેન્ટ બોર્ડના અધ્યક્ષ નિવૃત સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે ખાનગી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે સ્થાનિક કે નજીક પ્રેક્ટિસ કરતા હોય અને જરૂરી લાયકાત ધરાવતા હોય તેમની સેવા આઉટસોર્સથી લઇ શકશે, તે જ રીતે જે તે હોસ્પિટલ ખાતે ટેસ્ટિંગ ફેસેલિટી કે સાધનો ઉપલબ્ધ ન હોય તો જે તે હોસ્પિટલના વડા/ટ્રસ્ટની હોસ્પિટલના ટેસ્ટિંગ ફેસેલિટી કે સાધનોનો ઉપયોગ આઉટસોર્સિંગથી આરોગ્ય કમિશનરના પરામર્શમાં રહીને હોસ્પિટલના વડાએ સવલત ઉભી કરવાની રહેશે. આવા ખાનગી તજજ્ઞની સહીથી અપાયેલા પ્રમાણપત્ર પર જે તે જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના તબીબી અધિક્ષકની પ્રતિ સહી કરેલ હશે તો જ પ્રમાણપત્ર માન્ય ગણાશે.

હાઈ સપોર્ટ નીડના એસેસમેન્ટ અને પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે પોતાની દિવ્યાંગતાના પ્રકાર મુજબ નક્કી થયેલ પોતે જ્યાં રહેતા હોય તે જિલ્લામાં નજીકની મેડિકલ ઓથોરિટી સમક્ષ અરજી કરવાની રહેશે. અરજી માટે રહેઠાણ અંગેનો માન્ય દાખલો, તાજેતરનો પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ રજુ કરવાના રહેશે. દિવ્યાંગ વ્યક્તિ સગીર હોય અથવા મંદ બુદ્ધિની હોય અથવા બીજી કોઇ રીતે વિકલાંગતાથી પીડાતી હોય જેને લીધે અરજી કરવા સક્ષમ ન હોય તો તેના કાનૂની વાલી તેના વતી અરજી કરી શકશે. બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે હાઈ સપોર્ટ નીડના એસેસમેન્ટ માટે બોર્ડ દ્વારા છ પેરામીટર નક્કી કરાયા છે જેના 100 ગુણ નિયત કરાયા છે તેનું મૂલ્યાંકન કરીને પ્રમાણપત્ર એનાયત કરાશે તેમ વધુમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp