ગુજરાતે મણીપુરના આ ઓફિસરને અનુસરવું જોઇએ

PC: iaspaper.net

કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને પોષણક્ષણ આરોગ્યની બાબત બાળકો સાથે સંકળાયેલી છે. સૌના માટે આરોગ્યનો સિદ્ધાંત આપણે ગુજરાતે પણ સ્વિકાર્યો છે છતાં અમલમાં છીંડા છે. રાજ્યમાં કુપોષણથી પિડાઇ રહેલા બાળકોની સંખ્યા વધતી જાય છે છતાં મધ્યાહ્ન ભોજન યોજના પર ધ્યાન અપાતું નથી. ગુજરાતની બ્યૂરોક્રેસીએ મણીપુર જેવા નાના રાજ્યના એક ઓફિસર પાસેથી શીખવું જોઇએ. આ એક એવા અધિકારી છે કે તેઓએ બાળકોના કુપોષણનો ખ્યાલ રાખ્યો છે. ગુજરાતમાં કન્યા કેળવણીના કાર્યક્રમો હોય છે ત્યારે છ દિવસ રાજ્ય સરકારના અધિકારીઓને સ્કૂલોમાં જવાની ફરજ પાડવામાં આવે છે, પરંતુ મણીપુરના ડેપ્યુટી કમિશનર આમસ્ટ્રોંગ પામે એક એવા અધિકારી છે કે જેઓ સપ્તાહના પ્રત્યેક શુક્રવારે 10 સ્ટુડન્ટ્સ સાથે ડિનર લેતા હોય છે.

2009ની બેચના આ અધિકારી ધોરણ-5 અને ધોરણ-6ના 10 વિદ્યાર્થીઓને ડીનર માટે ઇન્વાઇટ કરે છે અને તેમની સાથે ઇન્ટરએક્શન કરે છે. આનું નામ સાચી કેળવણી છે. ગુજરાતમાં બાળકો માટેના વિવિધ કાર્યક્રમો ચાલે છે જેમાં ગુણોત્સવ પણ મહત્ત્વનો છે. ગુજરાતના મંત્રીઓ કે ઓફિસરો મધ્યાહ્ન ભોજન વખતે સ્કૂલોની મુલાકાત લેતાં હોય છે ત્યારે તેમને બાળકો સાથે ભોજન કરવાનું કેન્દ્ર સરકારે ફરજિયાત બનાવ્યું હતું. આમ થવાથી મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા વધી રહી છે પરંતુ આ નિયમિત નથી.

આપણા મંત્રીઓ અને અધિકારીઓએ જો આવું જ કરવું હોય તો સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઇએ કે જેથી બાળકો શું ભોજન જમે છે તેની ખબર પડી શકે. આપણા મંત્રીઓ અને અધિકારીઓ શું મણીપુરના આ ઓફિસર જેવું ન કરી શકે. દર સપ્તાહે અલગ અલગ સ્કૂલોના બાળકોને ભોજન માટે બોલાવીને વિદ્યાના પાઠ શીખવી શકે છે. માત્ર બે-ચાર દિવસની ઝૂંબેશમાં બાળકોને જ્ઞાન મળી જતું નથી. આ અભિયાન વર્ષોવર્ષ ચાલવું જોઇએ. શિક્ષણના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ મણીપુર જેવો પ્રયોગ કરવો જોઇએ અને સરકાર તેના માટે ઓફિસરો કે મંત્રીઓને વધારાની ગ્રાન્ટ આપે, કે જેથી તેઓ એફોર્ડ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp