સરકારમાં કામ થાય છે? તો કર્મચારીને પ્રમોશન, અન્યથા નહીં

PC: lifebeforedeath.com

સામાન્ય જનતાના કરેલા કામના આધારે હવે ઓફિસરોને ગ્રેડ આપવામાં આવશે. ભારત સરકાર જે સુધારો કરવા જઈ રહી છે તેમાં રાજ્યોની સહમતિ પણ લેવામાં આવી છે. ગુજરાત સરકારના ઓફિસરોને પણ આ નવી સિસ્ટમ લાગુ પડશે.

સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે સરકારી કચેરીમાં અધિકારી કે કર્મચારી જે કામ કરે છે તેનાથી લોકોને સંતોષ છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. લોકો કામની પ્રસંશા કરશે તો જે તે અધિકારી કે કર્મચારીને પ્રમોશનથી લઈને વેતન સુધીના લાભ અપાશે.

સરકારના વહીવટી તંત્રની નેગેટિવ બાબતોને સૌથી મોટી અસર થશે તેમ ગુજરાતના એક અધિકારીએ કહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનને સ્વીકારીને DOPTએ એક ફોર્મેટ તૈયાર કર્યું છે. 2019-20ના નાણાકીય વર્ષથી તેનો અમલ શરૂ કરવામાં આવશે.

કેન્દ્રની કચેરીઓમાં પબ્લિક ફીડબેકની સિસ્ટમ છે. ગુજરાત સરકારની વેબસાઇટ્સ પર પણ પબ્લિક ફિડબેક આપી શકે છે પરંતુ આ સિસ્ટમને લાઇવ કરવામાં આવી નથી. સામાન્ય વ્યક્તિને કોઈ પ્રતિસાદ મળતો નથી. હવે આ ફિડબેકને વધારે ફૂલપ્રુફ બનાવીને સામાન્ય લોકોના સૂચનો અને અભિપ્રાયને આવકારીને જે તે ઓફિસર કે કર્મચારીને ગ્રેડ અપાશે.

સરકારના ઓફિસરો માટે સાતમા પગારપંચમાં આ પ્રમાણેની જોગવાઈ છે પરંતુ તેનો અમલ હજી સુધી થયો નથી પરંતુ કેન્દ્ર સરકારે તેને સ્વીકાર્યો છે અને રાજ્યોમાં પણ અમલ કરવાના આદેશ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp