ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયાધીશ અરવિંદ કુમારે શપથ લીધા

PC: khabarchhe.com

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરાયેલાં ન્યાયાધીશ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.

આ શપથ ગ્રહણ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશ પટેલ, નર્મદા, જળ, સંપત્તિ અને મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી જીતુ ચૌધરી સહિતના રાજ્યમંત્રી પરિષદના સદસ્યો, ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશો, મુખ્ય સચિવ, વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ, વરિષ્ઠ સચિવો સહિત અન્ય મહાનુભાવો, રાજ્ય સરકારના તથા ગુજરાત વડી અદાલતના ઉચ્ચાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp