જસ્ટીસ લોયા કેસ: પુત્રએ કહ્યું પિતાનું મૃત્યુ સંદિગ્ધ નથી, તપાસની જરૂર નથી

PC: economictimes

શોહરાબુદ્દીન શેખ બોગસ એનકાઉન્ટર મામલે સુનાવણી કરી રહેલા સીબીઆઈના જજ બીએચ લોયાના સંદિગ્ધ મૃત્યુ અંગે હવે નવો વળાંક આવ્યો છે. દિવંગત જજ લોયાના પુત્ર અનુદ લોયાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે મારા પિતાનું મોત શંકાસ્પદ સ્થિતિમાં થયું નથી. તેમનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું છે. તેમના મૃત્યુને લઈ અમારો કોઈના ઉપર પણ આરોપ નથી.

અનુજ લોયાએ કહ્યું કે મને કોઈના ઉપર શંકા નથી એટેલ તપાસ કરવાની કોઈ જરૂરીયાત નથી. અનુજનું આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે સુપ્રિમ કોર્ટે જસ્ટીસ લોયાના મોત અંગેની પીટીશન પર સુનાવણી કરતી વેળા મહારાષ્ટ્ર સરકારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. હવે આ મામલાની સુનાવણી મંગળવારે થવાની છે.

અત્રે નોંધીનય છે કે સુપ્રિમ કોર્ટનાં 4 સિનિયક જજએ પ્રશ્નો ઉભા કરી જસ્ટીસ લોયા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ અરુણ મિશ્રાની બેન્ચને કોસ રિફર કર્યો છે. 4 જજએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટીસ લોયાના મોત અંગેની સુનાવણી સુપ્રત કરવાના મામલે યોગ્યતાના ધોરણો જળવાયા ન હોવાનું જણાવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં અનજ લોયાના વકીલે અમીત નાયકે કહ્યું કે આ મામલાને રાજનૈતિક રંગ આપવામાં આવી રહ્યો છે. જેની કોઈ જરૂરીયાત નથી. આ એક દુખદ ઘટના હતી અને અમે આ મામલે થઈ રહેલી રાજનીતિનો ભોગ બનવા માંગતા નથી. અનુજ લોયાએ કહ્યું કે તેમના પરિવારને પાછવા ત્રણ વર્ષથા પરેશાન કરવામાં આવી રહ્યો છે. તેમણે અપીલ કરી કે હવે પછી આ મામલે તેમના પરિવારને હેરાન કરવામાં આવે નહી. કોઈ પણ વકીલ કે એનજીઓ તેમના પરિવારથી દુર રહે તે જરૂરી છે.

જણાવી દઈએ કે જસ્ટીસ લોયા સીબીઆઈ કોર્ટમાં શોહરાબુદ્દીન મામલાની સુનાવણી કરી રહ્યા હતા. આ હાઈપ્રોફાઈલ કેસમાં ભાજપના મોટા માથાઓના નામ છે અને ગુજરાતનાં અનેક પોલીસ અધિકારીઓને સીધી સંડોવણી રહેલી છે. ભાજપના નેતાને મૂક્ત કરી દેવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન અહેવાલ આવ્યા હતા કે જસ્ટીસ લોયાનું હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યું છે. તેમના મોતને લઈ અનેક સવાલો ઉભા થયા હતા.

જસ્ટીસ લોયાના મોતને લઈ વકીલ અનીતા શિનોયે જાહેરહિતની અરજી દાખલ કરી તપાસની માગ કરી છે. આ માંગને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારેન પોસ્ટમોર્ટ રિપોર્ટ સુપરત કરવાનો હુકમ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp