ઈ-કોપ: પોકેટ કોપ પ્રોજેક્ટ વિશે જાણો

PC: post.jagran.com

(1) પાસપોર્ટ વેરીફીકેશન(Passport Verification):-

પાસપોર્ટ માટે અરજી કરનાર નાગરિકોનું પોલીસ વેરીફિકેશન કરવાનું રહે છે. પાસપોર્ટ હેતુથી અરજદારોની પાસપોર્ટ અરજીઓ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓને મોકલવામાં આવે છે અને ત્યાંથી સંબંધીત પોલીસ સ્ટેશનમાં પોલીસ વેરીફિકેશન માટે મોકલવામાં આવે છે. હાલ પોલીસ વેરીફિકેશનની કામગીરી માટે નાગરિકોને તેઓના રહેણાંકનો પુરાવો, આઇડી કાર્ડ તેમજ બે સાક્ષીઓના નિવેદનો લઇ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે. પોલીસ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા ગુનેગારોના રજીસ્ટરની ચકાસણી કરીને પોલીસ વેરીફિકેશન કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ૭ થી ૧૫ દિવસનો સમય લાગે છે.

ગુજરાત પોલીસ દ્વારા આધુનિક તકનીકનો પ્રયોગ કરીને પોલીસ વેરીફિકેશન માટે એક મોબાઈલ એપ્લીકેશન વિક્સાવવામાં આવી છે. આ એપ્લીકેશન દ્વારા કરવામાં આવતા પોલીસ વેરીફિકેશન માટે નાગરિકોને પોલીસ સ્ટેશને જવાની જરૂર રહેશે નહી. પાસપોર્ટ કેન્દ્રથી મળતી અરજીઓ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીઓ દ્વારા જ ઇગુજકોપના રાજયભરના તમામ પોલીસ સ્ટેશનોના ડેટાબેઝમાંથી અરજદારોના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરીને જ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ઓન-લાઇન મોકલવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટની કામગીરી કરતા કર્મચારી અરજદારના ઘરે જઇને આ મોબાઇલ એપ્લીકેશન દ્વારા પોલીસ વેરીફિકેશનની કામગીરી કરશે. જેથી પોલીસ વેરીફિકેશનની કામગીરી ઝડપી બનશે.

આ મોબાઇલમાં GPS (Global Positioning System) ઓન હોવાથી અરજદારના રહેણાંકના પુરાવાની ચકાસણી થઇ શકશે. અરજદારના રહેણાંકના પુરાવા, ફોટો, આઇડી કાર્ડ, તેમજ બે સાક્ષીઓના નિવેદન પણ જે-તે સ્થળ ઉપર જ સ્કેન કરી આ મોબાઇલ એપ્લીકેશન મારફત ઓન-લાઇન અપલોડ થશે. જે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ઓન-લાઇન મોકલવામાં આવશે. જેથી પોલીસ વેરીફિકેશનની સંપૂર્ણ કામગીરી નાગરિકના ઘરે જ પૂર્ણ થશે. સંપૂર્ણ પ્રક્રિયામાં અંદાજે ૭ દિવસનો સમય લાગશે અને તેઓને પોલીસ સ્ટેશને આવવાની જરૂર રહેશે નહી.

આ એપ્લીકેશનની મદદથી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટની કામગીરી કરતા કર્મચારી અરજદારના ઘરે જઇને આ મોબાઇલ એપ્લીકેશન દ્વારા પોલીસ વેરીફિકેશનની કામગીરી કરવામાં આવશે. જેથી પોલીસ વેરીફિકેશનની કામગીરી ઝડપી બનશે અને પાસપોર્ટ વેરીફીકેશન માટે નાગરિકોને પોલીસ સ્ટેશને આવવાની જરૂર રહેશે નહીં. આમ પાસપોર્ટ વેરીફીકેશનની અરજીઓનો નિકાલ હજુ પણ ઓછા સમયગાળામાં થઈ શકશે.


(2) ગુનેગાર શોધ (Accused search):-

અત્યાર સુધી ક્ષેત્રીય કામગીરી કરતા પોલીસ દળને શંકાસ્પદ/ગુનેગાર વ્યક્તિ પકડાય તો તે ખરેખર ગુનેગાર છે કે કેમ તેની ઈગુજકોપના ડેટાના આધારે ચકાસણી માટે પોલીસ સ્ટેશન લઈ જવો પડતો હતો તેને બદલે હવે સ્માર્ટ ફોનમાં રહેલ એપ્લીકેશનનો ઉપયોગ કરી ઈગુજકોપની મદદથી ગુનેગારોની તમામ માહિતી પોલીસના આંગળીના ટેરવે પ્રાપ્ત થશે. આથી જે-તે સ્થળ પર જ વિગત મેળવીને ખાતરી કરી શકાશે કે શંકાસ્પદ વ્યક્તિ ગુનેગાર છે કે કેમ? અને ગુનેગાર છે તો કેટલા ગુનાઓમાં સંડોવણી છે અથવા નાસતો ફરતો છે કે કેમ? આ એપ્લીકેશનથી ગુજરાત પોલીસની કામગીરીમાં અભુતપુર્વ ચોક્કસાઈ, ઝડપ અને અસરકારતા આવશે.

(3) ખોવાયેલ વ્યક્તિની શોધ (Missing Person search):-

પોલીસને જ્યારે પણ કોઈ ડેડ બોડી કે કોઈ ખોવાયેલુ બાળક/વ્યક્તિ મળે છે અથવા તે ખોવાયેલ વ્યક્તિ અંગે ફરીયાદ મળે છે ત્યારે સ્થળ ઉપર કોઈ ચકાસણી કરી શકાતી નથી અને પોલીસ સ્ટેશન જઈને ઈગુજકોપ ડેટામાં ચકાસણી કરવી પડે છે. જેમાં વિલંબ થતો હતો, પરંતુ હવે સ્માર્ટ હેન્ડ-હેલ્ડ ડિવાઇસમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ થતા જે-તે સ્થળ પરથી જ ઈગુજ્કોપ ડેટાના આધારે ખોવાયેલ વ્યક્તિની/મળી આવેલ ડેડ બોડીની ઓળખ કરી શકાશે, અથવા એક પોલીસ સ્ટેશનમાં ખોવાયેલ વ્યક્તિ રાજયના અન્ય પોલીસ સ્ટેશનમાં મળી આવેલ હોય તો તેની પણ શોધ કરી આવી વ્યક્તિને તેના સગા સંબંધી સાથે તાત્કાલિક સંપર્ક કરાવી શકાશે.

(4) વાહન શોધ (Vehicle search):-

પોલીસને જ્યારે પણ કોઈ વાહન ખોવાયેલુ છે તેની જાણ થાય છે અથવા રસ્તા પરથી કોઈ બીન વારસી વાહન મળી આવે છે અથવા વાહન ચેકીંગમાં શંકાસ્પદ વાહન મળી આવે છે અથવા વાહન ચોરી કરનાર ગેંગ પાસેથી વાહન મળી આવે છે અથવા હાલમાં ગુનાઓમાં વાહનોનો મહત્તમ ઉપયોગ થાય છે, ત્યારે આ સંજોગોમાં બનાવના નજરે જોનાર સાક્ષીઓ પાસેથી મળેલ વાહનના નંબરની પુર્ણ અથવા અધકચરી માહિતીને આધારે વાહનના માલિક સુધી પહોંચી ગુનેગારોને પકડવા વગેરે કિસ્સાઓમાં ઈગુજકોપની મદદથી પોલીસ સ્ટેશન ખાતે જઈને ચકાસણી કરવામાં ઘણો સમય વ્યતીત થાય છે આનો લાભ ગુનેગારોને મળતો હતો અને તેઓને ભાગી છુટવા માટે સરળતા રહેતી હતી. પરંતુ હવે સ્માર્ટ મોબાઈલમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ થતાં જે-તે સ્થળ પર જ ઈગુજ્કોપના આધારે ડેટા મેળવીને વાહનની ઓળખ કરી શકાશે.



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp