26th January selfie contest

ઘટી શકે છે તમારી સેલરી, કેન્દ્ર સરકાર કરી રહી છે આ તૈયારી

PC: timesnownews.com

આ વર્ષે બજેટમાં મોદી સરકારે પગારદારને ટેક્સના મોરચા પર કોઈ મોટી રાહત આપી ન હતી. હવે તે તમારી સેલરીમાં મોટો બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર તમારી સેલરીના નિયમોમાં બદલાવ કરવા પર કામ કરી રહી છે.

તે માટે મજદૂર કાનૂનમાં બદલાવ પર વિચાર ચાલી રહ્યો છે. જો એવું થાય છે તો તમારી સેલરી પર પણ તેની અસર જોવા મળશે. અસલમાં કેન્દ્ર સરકાર એવું કરવા જઈ રહી છે, જેની હેઠળ કંપનીઓ તમારી બેઝિક સેલરી ઓછી ન રાખી શકે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે સરકાર બેઝિક સેલરીને તમારા પગારનો મોટો ભાગ બનાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ બેઝિક સેલરીમાં વધારો થવાથી તમારી ટેક હોમ સેલરી ઓછી થઈ જશે કારણ કે બેઝિક પે વધાવાથી પ્રોવિડન્ડ ફંડ, ઈનસ્યોરન્સ અને ગ્રેચ્યુઈટીમાં તમારું યોગદાન વધી જશે.

બીજો મોટો બદલાવ જે આ નિર્ણયથી થશે, તે છે કે તેનાથી તમારે વધારે ટેક્સ પે કરવો પડશે. ખબર પ્રમાણે સરકારનો પ્રસ્તાવ છે કે દરેક વ્યક્તિના પગારમાં મળનારા હાઉસ રેન્ટ, લીવ ટ્રાવેલ અલાઉન્સ સહિત અન્ય અલાઉન્સને બેઝિક સેલરીના 50 ટકાથી વધારે રાખવામાં ન આવે.

તેના ઉપર જે પણ સેલરી એમ્પલોયર આપશે, તે બેઝિક પે તરીકે ગણાશે. તેના આધાર પર જ પીપીએફ કોન્ટ્રીબ્યૂશન, ઈનસ્યોરન્સ અને ગ્રેચ્યુઈટી નક્કી થશે. આ પ્રસ્તાવનો ઘણા ટ્રેડ યુનિયને સ્વાગત કર્યું છે. જ્યારે અમુક ઈન્ડ્સ્ટ્રીએ આ પ્રસ્તાવનો વિરોધ પણ શરૂ કરી દીધો છે. આ લોકોને ડર છે કે આ પ્રસ્તાવથી તેમના ખિસ્સા પર ભાર પડશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp