26th January selfie contest
BazarBit

ગુજરાત કેડરના PM મોદીના ખાસ હસમુખ અઢિયાને દિલ્હીમાં મળી શકે છે મહત્ત્વનું પદ

PC: taxscan.in

ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ ઓફિસર હસમુખ અઢિયાને ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના વડા બનાવવાની વિચારણા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં જ તેમની નિયુક્તિ કેગના પદ પર કરે તેવી સંભાવના છે. કોમ્પ્ટોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે હાલ રાજીવ મહર્ષિ સેવા આપી રહ્યાં છે. તેમણે 25મી સપ્ટેમ્બર 2017માં આ પદ સંભાળ્યું હતું. અઢિયા તેમના અનુગામી બને તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે.

હસમુખ અઢિયાને નરેન્દ્ર મોદીના ખાસ ઓફિસર માનવામાં આવે છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અઢિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતાતેઓ ભારતના વડાપ્રધાન થયા ત્યારે હસમુખ અઢિયાને પણ સાથે લઇ ગયા હતા. આટલા વર્ષોમાં દિલ્હીમાં તેમણે મહત્વના પદો ભોગવ્યાં છે.

3જી નવેમ્બર 1958માં જન્મેલા હસમુખ અઢિયા એ ભારતમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વીસ ટેક્સ - વસ્તુ અને સેવા કર) અને 2016માં કરવામાં આવેલી નોટબંધીના પ્રમુખ સંરચિયતા અને અમલીકરણ કરાવનાર એક મહત્વપૂર્ણ અધિકારી  છે. તેઓ 1981 ગુજરાત કેડર બેચના ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી છે. તેમણે ભારતના નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે કામગીરી બજાવી હતી.

તેમણે અગાઉ ભારત અને ગુજરાત સરકારો માટે નાણાકીય સેવાના સચિવ સહિત અન્ય ઘણા પદો પર સેવા આપી હતી. તેઓ હાલમાં બેંક ઑફ બરોડાના બિન-વહીવટી પ્રમુખ (નોન-એક્સેક્યુટીવ ચેરમેન) છે. કેન્દ્ર સરકારે તેમને સરકારી માલિકીની બેંક ઑફ બરોડાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ આપ્યાના એક અઠવાડિયા પછીતેમની ગુજરાતના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક કરી હતી.

હસમુખ અઢિયાએ બેંગ્લોરની સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટીમાંથી યોગ વિષયમાં (પીએચડી)ની પદવી મેળવી છે. પીએચડી માટેનો તેમનો થીસીસ "મેનેજમેન્ટ પર યોગાના પ્રભાવ" એ વિષય પર હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ બેંગલોર તરફથી પબ્લિક મેનેજમેંટ (લોક સંચાલન) અને સરકારી અને બિન સરકારી અધિકારીઓ માટેની નીતિ (પીજીપી-પીએમપી)ના એક વર્ષના સ્નાતક કાર્યક્રમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. કોમ (માસ્ટર કોમર્સ) અને બી. કોમ.(બેચલર કોમર્સ)ની ડિગ્રી પણ મેળવી છે.

અઢિયાએ ગુજરાત સરકાર અને ભારત સરકાર બન્નેમાં વિવિધ પદો પર સેવાઓ આપી છેજેમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ)મુખ્ય સચિવ (શિક્ષણ)મુખ્ય સચિવ (ટ્રાન્સપોર્ટ)ગુજરાત મુખ્યમંત્રીના મુખ્ય સચિવસરદાર સરોવર નર્મદા નિગમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત સરકારમાં ભાવનગર અને સુરત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તથા ભારત સરકારમાં કેન્દ્રીય મહેસૂલ સચિવ અને કેન્દ્રીય નાણાકીય સેવાઓના સચિવ તરીકે રહ્યાં છે.

નવેમ્બર 2014માં અઢિયાની વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ નિમણૂક સમિતિ (એસીસી) દ્વારા કેન્દ્રીય નાણાકીય સેવાઓના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 3 નવેમ્બર 2014ના રોજ પદ સંભાળ્યું હતું. 31 ઑગસ્ટ 2015ના રોજ તેમની કેન્દ્રીય મહેસૂલ સચિવ તરીકે નિમણૂક થઈ હતી.

સપ્ટેમ્બર 2017માંઅશોક લવાસાની નિવૃત્તિ પછી અઢિયાને નાણાં સચિવ તરીકે નિમવામાં આવ્યા હતાઅને તેઓ નાણાં મંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવ બન્યા હતા. તેઓ 30 નવેમ્બર 2018ના દિવસે નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પહેલાંનાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતીજેમણે તેમને "ખૂબ જ સક્ષમશિસ્તબદ્ધનો-નોનસેન્સ સિવિલ સેવક કહ્યા હતા.

અઢિયા પર સોનિયા ગાંધીપી.ચિદમ્બરમ જેવા કોંગ્રેસ નેતા સામે કલમના આરોપો ઘટાડવાનો પણ આરોપ હતો. તેમની પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જોઇન્ટ ડિરેક્ટર રાજેશ્વર સિંહની કાર્યમાં દખલ કરવાનો અને તેમને અટકાવવાનો પણ આરોપ હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાજેશ્વરસિંહની તરફેણમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કોઈ પણ પ્રકારના ઇન્ડેક્સીંગ લાભ વિના સ્ટોક્સ પર વિવાદાસ્પદ એલટીસીજી કર હસમુખ અઢિયા લાવ્યા હતા. આ પગલું અતાર્કિક માનવામાં આવતું હતું અને ભારતીય શેરબજારમાં મોટા પ્રમાણમાં અપ્રિય બની ગયું હતું. ટેક્સના સ્લેબમાં વધારો કરવાને બદલે ભારતીય પગારદાર વર્ગ પર ટેક્સ અને સેસ લગાવવાથી અરૂણ જેટલી સાથે હસમુખ આઢિયા પણ કર્મચારીઓના અળખામણા બન્યાં હતા. છેલ્લે ગુજરાત સરકારે કોરોના સંક્રમણના સમયમાંથી રાજ્યની આર્થિક વ્યવસ્થાને ઉગારવા માટે બનાવેલી સલાહકાર સમિતિમાં હસમુખ અઢિયાને ચેરમેન બનાવ્યા હતા.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp