પાટણમાં દલિતનું 'અગ્નિસ્નાન' આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ વીડિયો

PC: khabarchhe.com

આપણે ત્યાં તંત્રને સામાન્ય માણસની પીડા સમજાતી નથી, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. માણસની પીડાને સમજવાને બદલે તંત્ર તે પીડાને એક ફાઈલ બનાવી દે છે. અને પછી વર્ષો સુધી તે ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફરતી રહે છે. આવી જ એક ઘટના પાટણની કલેકટર ઓફિસમાં બની, પોતાની પડતર માગણી માટે તંત્રનું ધ્યાન દોરવા માટે એક વ્યકિતએ જાહેરમાં અગ્ની સ્નાન કરી લીધુ હતું અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે.

મુળ ઉંઝાની વતની ભાનુભાઈ દલિત હોવાને કારણે તેમને રાજય સરકાર દ્વારા નક્કી કરેલી જમીન આપવાનો આદેશ કર્યો હતો, જેનો રાજય સરકાર દ્વારા મોકલમાં આવેલો પત્ર પણ ભાનુભાઈને મળી ગયો હતો, પરંતુ પાટણ કલેકટર કચેરીમાં અનેક ધક્કા ખાવા છતાં કોઈ તેમની રાવ સાંભળતુ ન્હોતુ, તેના કારણે ભાનુભાઈ કલેકટરને પત્ર પાઠવી ચીમકી આપી હતી કે તેમના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તે આત્મવિલોપન કરશે.

આ જાણકારી મળતા કલેકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના કારણે તકેદારી રૂપે પોલીસ અને એમ્બુલન્સ પણ હાજર રાખવામાં આવી હતી, પોલીસનો વિશાળ કાફલો હોવા છતાં ભાનુભાઈ કલેકટર ઓફિસ આવ્યા અને પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી, આ ઘટના બનતા ત્યાં હાજર પોલીસ અને ફાયર બ્રીગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી, પણ ભાનુંભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા, તેમને સારવાર માટે મહેસાણા લાવવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp