26th January selfie contest

2000 કરોડની સંપત્તિ બચાવવા ED પર દબાણ કરી રહ્યું છે કોંગ્રેસ: સ્મૃતિ ઇરાની

PC: thehansindia.com

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મની લોન્ડરીંગના એક કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રવર્તન નિદેશાલય (ED)ના સમક્ષ સોમવારે હાજર થવા દરમિયાન પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવા અને સત્યાગ્રહ કરવા માટે તપાસ કરનારી એજન્સી પર ખુલ્લેઆમ દબાણ કરવાની કોંગ્રેસની રણનીતિ તરીકે ગણાવી છે. BJPએ આરોપ લગાવ્યો છે કે, ભ્રષ્ટાચારના સમર્થનમાં કરવામાં આવેલા આ આયોજનનો ઉદ્દેશ્ય ગાંધી પરિવારની 2000 કરોડ રૂપિયાની સંપત્તિને બચાવવાનો છે.

દિલ્હી સ્થિત BJP મુખ્યાલયમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, કોઇપણ વ્યક્તિ કાયદાની ઉપર નથી. રાહુલ ગાંધી પણ નથી. નેશનલ હેરાલ્ડ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહુલ ગાંધી સોમવારે સવારે ઇડી સમક્ષ રજૂ થયા હતા. આ દરમિયાન પાર્ટીના કેટલાક ટોચના નેતાઓ, સાંસદ તથા પદાધિકારીઓએ દિલ્હીમાં ઇડીના મુખ્યાલય સુધી વિરોધ રેલી કાઢી હતી અને સત્યાગ્રહનું આયોજન કર્યું હતું.

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, એક તપાસ એજન્સી પર ખુલ્લેઆમ દબાણ નાખનારી કોંગ્રેસની રણનીતિને તમે શું નામ આપશો? ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર રાહુલ ગાંધીને બોલાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એક તપાસ એજન્સી પર દબાણ નાખવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના વરિષ્ઠ નેતાઓને વિશેષ રૂપે દિલ્હી આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જે પોતે જામીન પર બહાર છે, તેમણે જાહેરાત કરી કે, આવો દિલ્હીને ઘેરો, કારણ કે અમારું ભ્રષ્ટાચાર પકડાઇ ગયુ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીના બોલાવવા પર આજે જે ગતિરોધ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા પેદા કરી રહ્યા છે, હું દેશને કહેવા માગીશ કે, આ લોકતંત્રને બચાવવાનો પ્રયાસ નથી. આ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના 2000 કરોડ રૂપિયાની સંપત્તિને બચાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનું દબાણ લોકતંત્ર અને સંવિધાનનું અપમાન છે. આ મુદ્દે ગાંધી પરિવારે જવાબ આપવો પડશે.

રાહુલ ગાંધી પહેલા પોતાના આવાસ 12 તુગલક લેનથી પાર્ટી મુખ્યાલય 24 અકબર રોડ પહોંચ્યા. તેમની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. ત્યારબાદ એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત ઇડી કાર્યાલય તરફ ચાલતા રવાના થયા. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. તપાસ એજન્સીએ આ પહેલા રાહુલ ગાંધીને બીજી જૂનના રોજ રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ હતું, પણ તેમણે રજૂ થવા માટે કોઇ બીજી તારીખ આપવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે, તેઓ દેશની બહાર છે.

તપાસ એજન્સીએ આ જ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 23મી જૂનના રોજ હાજર રહેવા માટે કહ્યું છે. પહેલા તેમને 8મી જૂનના રોજ હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે, કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માગ્યો હતો કારણ કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ સુધી સ્વસ્થ થયા નથી. કોંગ્રેસનું કહેવું છે કે, તેના ટોચના નેતાઓ વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપ નિરાધાર છે. ઇડીની કાર્યવાહી પ્રતિશોધના રાજકારણ હેઠળ કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમનું નેતૃત્વ કાચુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp