ગુજરાતમાં વર્ષ 2021 અને 2022માં આટલા સરકારી કર્મચારી નિવૃ્ત્ત થશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારમાં મેનપાવરની ક્રાઇસિસ શરૂ થઇ ચૂકી છે. ચાલુ વર્ષેના અંતે 17500 અને 2021 તેમજ 2022માં 34000 જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે જો મોટાપાયે ભરતી નહીં થાય તો મોટાભાગના વિભાગોમાં 50 ટકા જેટલો સ્ટાફ બચ્યો હશે. સરકારના વિભાગમાં એક કર્મચારી ત્રણ વ્યક્તિનું કામ કરતો હશે.

ગુજરાત સરકારમાં 23 વિભાગોમાં નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓમાં પ્રતિવર્ષ 18000નો વધારો થઇ રહ્યો છે છતાં સરકાર તમામ ખાલી પદો ભરવા ઇચ્છુક નથી. ઘણાં વિભાગોમાં એક કર્મચારી બેવડા હોદ્દાઓ ધરાવે છે. ગુજરાતમાં 2019ના અંતે 18000 કર્મચારીઓ નિવૃત્ત થયાં છે જેની સામે સરકારના ભરતી કેલેન્ડરમાં માત્ર 10 હજાર જેટલી જગ્યાઓ ભરવા માટેની જોગવાઇ કરવામાં આવી હતી.

ગુજરાતમાં 2020ના વર્ષના અંતે 175002021ના વર્ષમાં 18500 અને 2022ના અંતે અંદાજે 17000 જેટલી જગ્યાઓ ખાલી પડી રહી છેજો કે આ જગ્યાઓમાં વર્ષે 5000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડતી હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં 80 હજારથી વધુ સરકારી કર્મચારી ગુજરાતમાંથી નિવૃત્ત થયા છે.

રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વિશ્નુભાઇ પટેલ કહે છે કે એક સમય એવો હતો કે ગુજરાતમાં તલાટીની 250 જેટલી જગ્યાઓ માટે 11 લાખ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં મહત્વની બાબત એવી છે કે એમબીએ અને તેનાથી વધુ અભ્યાસ કર્યો હોય તેવા ઉમેદવારો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા. એવી જ રીતે એસટી નિગમમાં 1200 જગ્યાઓ સામે 12 લાખ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.

આ મહામંડળના બીજા સિનિયર હોદ્દેદાર ગિરીશ રાવલ કહે છે કે આટલી મોટી સંખ્યાં ઉમેદવારો જોતાં ગુજરાતમાં રોજગારીની સ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવે છે.  કોરોના સંક્રમણના કારણે હવે તો પ્રાઇવેટ નોકરીઓ છૂટી જતાં લાખો યુવાનો બેકાર થયાં છે. સરકારે પ્રતિવર્ષ નિવૃત્ત થતાં 17000 જેટલા કર્મચારીઓ સામે તેટલી જ સંખ્યામાં ભરતી કરવાની આવશ્યકતા છે. અમે સરકારને ભરતી માટે વારંવાર કહ્યા પછી ભરતીનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે પરંતુ તેનું પાલન થતું નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp