CMની ખુરશી તો શું, શિવસેના અધ્યક્ષનું પદ પણ છોડવા તૈયારઃ ઉદ્ધવ ઠાકરે

PC: indiatoday.in

મહારાષ્ટ્રમાં હાલમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે સાંજે ફેસબુક દ્વારા લોકોને સંબોધિત કર્યા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે, જો શિવસેનાના ધારાસભ્યો તેમને કેહતે તો, તેઓ પોતે જ મુખ્યમંત્રી પદ છોડી દેતે. તેમણે અહીં સુધી કહ્યું કે, મુખ્યમંત્રી પદ તો ઠીક છે પણ શિવસેનાનું અધ્યક્ષ પદ પણ છોડવા માટે તૈયાર છે. તો આવો જાણીએ ઉદ્ધવ ઠાકરેના ફેસબુક લાઇવની મહત્ત્વની 10 વાતોઃ

  1. અમે કોંગ્રેસ અને રાકાંપા વિરૂદ્ધ ઘણા સમયથી હતા. પણ શરદ પવારે એક બેઠકમાં કહ્યું કે, મારે તમારી સાથે વાત કરવી છે. તેમણે કહ્યું કે, તમને જવાબદારી આપવી છે.
  2. શરદ પવારે મને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી. જો કોંગ્રેસ કે રાષ્ટ્રવેદી કોંગ્રેસ પાર્ટી કહે તો હું તરત જ રાજીનામુ આપવા તૈયાર છું.
  3. સોનિયા ગાંધીએ પણ અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજે સવારે કમલનાથે મને ફોન કર્યો અને કહ્યું કે, અમે બધા તમારી સાથે છીએ.
  4. ભાજપ મારું સતત અપમાન કરી રહી છે. ભાજપ કહે છે કે, હું મુખ્યમંત્રી બનવાને લાયક જ નથી.
  5. મને મુખ્યમંત્રી પદ છોડવા માટે કોઇ વાંધો નથી, પણ મારી જગ્યા પર મુખ્યમંત્રી શિવસેના પાર્ટીનો જ હશે, તો મને વધુ ખુશી થશે.
  6. એકનાથ શિંદે તરફ ઇશારો કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કુહાડી પણ લાકડાની જ હોય છે, પણ તે ઝાડ કાપવાના ઉપયોગમાં જ આવે છે.
  7. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું રાજીનામું આપવા માટે તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી, હું કોઇના પર નિર્ભર નથી.
  8. બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે, મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું છે કે જે નારાજ છે તેઓ આવે, હું ખુરશી છોડવા માટે તૈયાર છું.
  9. આ મારું નાટક નથી. હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. સંખ્યા કોની પાસે કેટલી છે તેનાથી મને કોઇ મતલબ નથી.
  10. સુરતથી ગુવાહટી ગયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું જેને પોતાના માનું છું, જે લોકો ગુવાહાટી ગયા છે, તે લોકો મારી સાથે વાત કરે.

ઉદ્ધવ ઠાકરેએ સંબોધન દરમિયાન પોતાની સરકારના પણ ખૂબ જ વખાણ કર્યા. તેમના અનુસાર કોરોના કાળમાં તેમની સરકારે ઘણું સારું કામ કર્યું હતું. તેઓ કહેતા હતાં કે, દેશમાં કોરોનાનો પ્રકોપ જ્યારે વધી રહ્યો હતો ત્યારે કોઇને ખબર ન હતી કે, વાયરસ સામે કઇ રીતે લડવાનું છે. છતાં પણ અમે કોવિડ સામે લડ્યા. અમે કોવિડ સામે લડવામાં ટોપ 5 મુખ્યમંત્રીઓમાં સામેલ હતાં. સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ હિંદુત્વ પર પણ ભાર મુક્યો. તેમણે કહ્યું કે, આજે પણ શિવસેના હિંદુત્વ પર કોઇ સમજૂતી નહીં કરશે. એમ પણ કહ્યું કે, વર્તમાન શિવસેના પણ બાલાસાહેબવાળી જ છે, તેમના વિચારોથી પ્રેરિત થઇને જ ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp