ગામે ગામે જઇ ધડાધડ ચૂકાદા આપી રહ્યા છે આ IAS, શેર કરી તસવીરો

PC: twitter.com

ઉત્તર પ્રદેશના એક IAS ઓફિસરની એક પહેલ હાલમાં ખૂબ ચર્ચામાં છે. IAS ઓફિસર પ્રેમ પ્રકાશ મીણા હાલના દિવસોમાં ચંદોલીમાં જોઇન્ટ મજિસ્ટ્રેટ તૈનાત છે અને ન્યાય તમારે દ્વાર પહેલ ચલાવી રહ્યા છે. આ પહેલ હેઠળ તે પોતે ગામે જઇ સંપત્તિ વિવાદ, અતિક્રમણ સહિત અનેક સમસ્યાઓનું સમાધાન કરે છે.

રાજસ્થાનથી લઇ અલવર જિલ્લાના રહેનારા IAS ઓફિસર પ્રેમ પક્રાશ મીણા જયપુરથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ છે. તેમણે IIT બોમ્બેથી એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમણે લગભગ એક દશકા સુધી આંતરરાષ્ટ્રીય ઓઇલ અને ગેસ કંપનીઓમાં પણ કામ કર્યું છે. 2015માં તેઓ પાછા ફર્યા અને UPSCની તૈયારીઓ શરૂ કરી.

પ્રેમ પ્રકાશ મીણાએ પહેલા પ્રયાસમાં સફળતા હાસંલ કરી અને UPSCમાં 900મો રેન્ક મેળવ્યો. ત્યાર પછી બીજી ટ્રાયલ કરી અને 102મો રેન્ક હાંસલ કર્યો. તેમને ઉત્તર પ્રદેશ કેડર આપવામાં આવ્યું. ગામમાં એક પ્રોબેશનર તરીકે તેમણે પોતાની તાલીમ પૂરી કરી. પછી તેમની પોસ્ટિંગ હાથરસમાં SDM તરીકે થઇ.

ન્યાય તમારે દ્વાર અભિયાનની શરૂઆત

હાલમાં IAS ઓફિસર પ્રેમ પ્રકાશ મીણા ચંદોલીમાં જોઇન્ટ મજિસ્ટ્રેટ છે અને વિવાદોનો ઉકેલ લાવવા માટે ન્યાય તમારે દ્વાર ચલાવી રહ્યા છે. જેના હેઠળ પ્રેમ પ્રકાશ મીણા ગામે જાય છે અને સ્થાનીય નીરિક્ષણ કરીને લોકોને ન્યાય આપવાની કોશિશ કરે છે. ટ્વીટર પર તેમણે આવા ઘણાં કિસ્સા શેર કર્યા છે. જેમાં તેમણે ત્યાં લોકોને ન્યાય આપ્યો છે.

યૂટ્યૂબ ચેનલ પણ ચલાવે છે

ન્યાય તમારા દ્વાર અભિયાન દ્વારા IAS પ્રેમ પ્રકાશ મીણા અત્યાર સુધીમાં 800 વિવાદનો ઉકેલ લાવી ચૂક્યા છે. યૂટ્યૂબ દ્વારા પણ તેમણે 2020માં ગ્રામ પંચાયતો, અતિક્રમણ વાળી જગ્યાઓનું નિરીક્ષણ અને સંપત્તિ વિવાદોના ઉકેલને લઇ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેમના 29000 જેટલા સબ્સક્રાઇબર્સ થઈ ગયા છે અને તેના પર 160 વીડિયો છે.

IAS પ્રેમ પ્રકાશ મીણા પોતાની ચેનલ દ્વારા વિવાદોના ઉકેલ માટે ટિપ્સ આપવાની સાથે UPSCની તૈયારીની પણ ટિપ્સ આપે છે. તેમનું કહેવું છે કે તેમણે કોઇપણ કોચિંગ વિના UPSC ક્રેક કરી, બીજા પણ કરી શકે છે. તેમના સુધી પહોંચવા માટે મેં વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp