VIP કલ્ચર અને રેલ મંત્રી પિયુષ ગોયેલ

PC: Quora.com

VIP કલ્ચર ખતમ કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન મોદી દ્વારા મે, 2017માં સરકારી કાર પરથી લાલબત્તી હટાવવા સંબંધે આદેશ બહાર પાડવામાં આવ્યો તો બધાએ તેનું સ્વાગત કર્યું પરંતુ એક પ્રશ્ન રહી-રહીને દેશનાં દરેક નાગરિકનાં મનમાં ઉઠી રહ્યો છે કે શું આપણા દેશનાં નેતાએ અને સરકારી વિભાગોમાંથી લાલબત્તી જ એક એવી નિશાની છે જે તેમને બીજી બધા કરતા અલગ હોવાનો અનુભવ કરાવે છે.

તાજેતરમાં રેલ મંત્રી પિયુષ ગોયેલે અભૂતપૂર્વ નિર્ણય કરી 36 વર્ષ જૂના પ્રોટોકોલને ખતમ કરી રેલવેમાં ચાલી આવતા VIP કલ્ચર પર પ્રહાર કર્યો. 1981નાં સર્ક્યુલરને તેમણે તાત્કાલિક આદેશથી રદ કર્યો તો લોકોનું અનુમાન સાચું નીકળ્યું કે VIP કલ્ચરનો પાયો બહુ મજબૂત છે અને આ દિશામાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે.
મંત્રાલયનાં આદેશ પ્રમાણે કોઈ પણ અધિકારીને હવે ક્યારેય બુકે અને ગિફટ આપવાામાં આવશે નહીં. આની સાથે જ રેલ મંત્રી પિયુષ ગોયેલે વરિષ્ઠ અધિકારીઓને એક્ઝિયુટીવ ક્લાસનાં બદલે સ્લીપર અને એસી થ્રી ટાયર ક્લાસમાં મુસાફરી કરવાનો આદેશ આપ્યો. રેલવેમાં હાલ હયાત VIP કલ્ચર અહીં સમાપ્ત થઈ જતે તો સારું રહેતે પરંતુ તેની અતિવિશિષ્ઠ સંસ્કૃતિનાં મૂળિયા બહુ ઉંડા હતા. સરકારી વેતન પ્રાપ્ત રેલવેની નોકરીમાં કામ કરતા કર્મચારી રેલવે ટ્રેકનાં બદલે મોટા મોટા અધિકારીએનાં બંગલા પર ફરજ બજાવી રહ્યા હતા.

પરંતુ હવે રેલમંત્રીના તરોતાજા આદેશ બાદ તમામ ઉચ્ચ અધિકારીઓએ બંગલા પર ફરજ બજાવી રહેલા રેલવેનાં સ્ટાફને પોતાના ઘરની ફરજમાંથી મૂક્ત કરવા પડશે. જાણકારી અનુસાર વરિષ્ઠ અધિકારીઓનાં ઘર અંદાજે 30 હજાર ટ્રેકમેન કામ કરે છે. તેમને હવે રેલવેનાં કામ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. પાછલા એક મહિનામાં અંદાજે 6છી 7 હજાર કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે અને ટૂંક સમયમાં અન્ય બાકીનાં પણ ફરજ પર પરત ફરશે એવી આશા છે.

શું હજુ પણ આપણને લાગે છે કે રેલવેમાં સ્ટાફની અછત છે?

શું હજુ પણ ટ્રેક મેઈન્ટેનન્સનાં અભાવમાં થનારા રેલ દુર્ઘટનાનાં કારણો જાણવા માંગો છો?

એક સામાન્ય માણસ અને તેની સુરક્ષા પ્રત્યે કેટલા જવાબદાર છે આ અધિકારી તેનો જવાબ જાણવા માંગો છો?

આવા પ્રકારનું VIP કલ્ચર કે VIP વલ્ગર માત્ર એક સરકારી વિભાગ સુધી સીમીત રહી જાય તેવું પણ નથી.

દેશનાં એક પ્રસિધ્ધ અખબાર અનુસાર મધ્યપ્રદેશમાં એક લેન્ડ રેકોર્ડ કમિશનરનાં બંગલા પર 35થી વધુ સરકારી કર્મચારી તેમના ઘરનું કામકાજ કરતા હતા. જ્યારે તેમનું કામ આરઆઈની સાથે સીમાંકનમાં મદદ કરવાનું હતું. કોઈ નવાઈ નથી કે આજ તે રાજ્યમાં સીમાંકનનાં કામમાં વિલંબન છે.

શું આ અધિકારીઓનું આ આચરણ સરકારી કામમાં બાધાની શ્રેણીમાં આવતું નથી.

ભારતની નોકરશાહીને બ્રિટીશનાં શાસનકાળથી સ્થાપિત કરવામાં આવી છે. જો તે વખતે વિશ્વની સૌથી સશક્ત નોકરશાહી છે.

સ્વતંત્રત ભારત નોકરશાહીનો ઉદ્દેશ્ય દેશની પ્રગતિ, જનકલ્યાણ, સામાજિક સુરક્ષા, કાયદા-વ્યવસ્થાનું પાલન અને સરકારી નીતિઓનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. પરંતુ 70-80નાં દાયકા સુધી આવતા આવતા ભારતીય નોકરશાહી વિશ્વની ભ્રષ્ટતમ નોકરશાહી બની ગઈ. હવે ભ્રષ્ટાચાર, પક્ષપાત, અહંકાર જેવાલક્ષણો નોકરશાહીનાં આવશ્યક ગુણ બની ગયા છે.

ન તો જયપ્રકાશ આંદોલન કશું કરી શક્યું ન અન્ના આંદોલન

જે કાયદાઓ, પ્રમાણભૂત પદ્ધતિઓ, અને સત્તાઓ કાર્યોને સફળ બનાવવા માટે અમલમાં મૂકવામાં આવી હતી તે હવે રેડ ફાયર એટલે કે ફાઈલોને રોકવા માટે અને કાર્યોનાં વિલંબ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. નેતાઓ સાથેનાં સંબંધોને લઈ તેમને વીઆઈપી બનાવી દેવામાં આવ્યા છે.

આજે કડવું સત્ય એ છે કે જે લોકો દેશમાં નોકરીની અછતનું રોદણું રડી રહ્યા છે તેઓ સરકારી નોકરીઓની અછતને રડી રહ્યા છે. કારણ કે પ્રાઈવેટ સેક્ટરમાં તો નોકરીની ક્યારેય કોઈ તંગી રહી નથી. પરંતુ તેમને એવી નોકરી નથી જોઈતી કે જેમાં કામ કરવા પર પગાર મળે, પણ તેમને એવી નોકરી જોઈએ છે કે જેમાં હીંગ લાગે ન ફટકડી, સદા ભાત જ ભાત મળે. કોઈ આશ્ચર્ય નથી કે આપણા સમાજમાં નૈતિક મૂલ્યો એટલા બધા નિમ્નસ્તર આવી ગયા છે કે પોતાના બાળકોને નોકરશાહ બનવા માટે પ્રેરી રહ્યા છે. દેશની સેવા કે અથવા તેની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા માટે નહી પણ સારા પગાર ઉપરાંત મફત મળતી સરકારી સુવિધાને કોઈ પણ રીતે જવાબદારી નિભાવ્યા વિના અને ઉત્તરદાયી ન હોવાના કારણે.

આખરે પાંચમું પગાર પંચ, ત્યાર બાદ છઠ્ઠું પગારપંચ અને હવે સાતમું પગાર પંચ..આ બધામાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પગાર અને સુવિધા એવાં પ્રકારે હોય તે તેમાં પ્રમાણિકતાથી કામ કરવામાં કોઈ અવરોધ ન આવે અને જવાબદારી પણ નક્કી થાય.

પ્રથમ લાલબત્તીને હટાવી અને હવે રેલ મંત્રીનું આ પગલું સ્વાગત યોગ્ય છે પરંતુ આ કાર્ય ત્યાં સુધી અધુરું છે જ્યાં સુધી સરકારી પદ બેસેલા અધિકારી અને નેતાની જવાબદારી ફિક્સ કરવામાં આવતી નથી.

આ બધાને ટારગેટનાં રૂપમાં કામ સોંપવામાં આવે જેમાં સમય સીમાને નિર્ધારિત કરવામાં આવી હોય.

નિર્ધારિત મુદ્દતમાં કામ પૂર્ણ કરનારા અધિકારીને પ્રમોશન અને નિર્ધારિત મુદ્દતમાં કામ નહી પુરા કરનારને ડિમોશન મળવું જોઈએ.

આવા નિયમો તેમનાં ઘડવાની જરૂર છે. નિયમનું પાલન નહી કરે ત્યાં સુધી તેમને મળતા અધિકારોને સ્થગિત કરી દેવામાં આવે.

જે પ્રકારે દેશનાં વેપારીઓ પાસેથી સરકાર દર વર્ષે અસેસમેન્ટ લે છે અને પોતાના વેપારમાં પારદર્શિતા અપનાવવાની અપેક્ષા નથી કરાતી બલ્કે કાયદાનાં પાલનને સુનિશ્ચિત પણ કરે છે. નેતાઓએ પણ દર પાંચ વર્ષે જનતાનાં દરબારમાં જઈને પરીક્ષા આપવી પડે છે. તેવી જ રીતે દરેક સરકારી કર્મચારીની સંપત્તિનું પણ વાર્ષિક અસેસમેન્ટ કરવામાં આવે. આના દ્વારા તેમની માસિક આવક અને ખર્ચાનું આકલન કરવામાં આવે. તેમનાં બાળકોની દેશી અથવા વિદેશી સ્કુલની ફી, બ્રાન્ડેડ કપડા અને ફાઈવ સ્ટાર કલ્ચર, મોંઘીદાટ ગાડીઓને કોણ સ્પોન્સર કરે છે તેની પણ દર વર્ષ તપાસ કરવામાં આવે. થોડીક પારદર્શિતાની અપેક્ષા સરકારી અધિકારીઓ પાસેથી પરિપૂર્ણ થાય તો VIP કલ્ચર દેશમાંથી ખતમ થઈ જશે.

- ડૉ, નીલમ મહેન્દ્ર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp