ડિજિટિલ એટેન્ડન્સ સિસ્ટમથી ગુજરાતના સરકારી કર્મચારીઓને શું વાંધો છે?

PC: Khabarchhe.com

ગુજરાત સરકાર 1લી ફેબ્રુઆરીથી સરકારી કર્મચારીઓ માટે ડિજિટલ એટેન્ડન્સ સીસ્ટમ શરૂ કરવા જઇ રહી છે, જેનો કર્મચારીઓ વિરોધ કરી રહી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નવી વ્યવસ્થા સામે વાંધો ઉઠાવ્યો છે.

મંડળનું કહેવું છે કે, મુખ્ય હીતધારક કર્મચારી મંડળ સાથે આ નવી સીસ્ટમ વિશે કોઇ સંવાદ કરવામાં નથી આવ્યો. નવી સીસ્ટમ કર્મચારીઓના અગંત ડિવાઇસના લોકેશન અને કેમેરા એક્સેસની માંગણી કરે છે. કર્મચારીઓના અગંત સ્માર્ટફોનનો ઉપયોગ તેમની સમંતિ વગર ફરજિયાત કરવામાં આવ્યો છે.

ઉપરાંત થર્ડ પાર્ટી એપ્લીકેશન દ્વારા  ભેગા થનારા ડેટાની સુરક્ષા અંગે પણ ચિંતા છે, ખાસ  કરીને મહિલા કર્મચારીઓના ડેટાનો દુરપયોગ થઇ શકે છે. ફિલ્ડમાં કામ કરનારા કર્મચારીઓને તકલીફ ઉભી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp