કૌન બનેગા પોલીસ ચીફ - સચિવાલયમાં એક જ નામની ચર્ચા છે અને તે નામ છે...

PC: meranews.in

ગુજરાતના નવા પોલીસ વડા તરીકે હાલના અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ મોખરે છે. તેમના નામની પસંદગી 31મી જુલાઇએ થવાની છે. હાલના રાજ્ય પોલીસ વડા તરીકે ફરજ બજાવતા શિવાનંદ ઝા નું એક્સટેન્શન 31મી જુલાઇએ પૂર્ણ થાય છે તેથી નવા પોલીસ વડા 31મી સાંજ સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે.

પોલીસ વડાની નિયુક્તિ માટે ગુજરાત સરકારે ત્રણ નામની પેનલ દિલ્હી મોકલી હતી. આ સાથે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘ નવી દિલ્હી ગયા છે. 31મીની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેશે.

સચિવાલયમાં ચર્ચાતી અટકળો પ્રમાણે રાજ્યના નવા પોલીસ વડા આશિષ ભાટિયાનું નામ મોખરે છે. આ સાથે અમદાવાદ, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરોની પણ બદલી થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકારે પોલીસ વડા માટે કેન્દ્રીય જાહેર સેવા આયોગને નામોની યાદી મોકલી છે જેમાં ત્રણ નામ શોર્ટલિસ્ટ થથે, જે પૈકી એકની પસંદગી કરવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ ઓફિસર છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝા ગયા એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના હતા પરંતુ કોરોના સંક્રમણના કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે. હવે તેમને નવું એક્સટેન્શન આપવામાં આવ્યું નથી તેથી ગુજરાતને 1લી ઓગષ્ટે નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા મળે તેવી સંભાવના છે.

ગુજરાતના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. રાજ્યના પોલીસ વિભાગમાં તેમજ જિલ્લાના પોલીસ તંત્રમાં બદલીઓ થવાની છે. નવા પોલીસ વડા સાથે રાજ્યના શહેરોના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ બદલાય છે કે કેમ તે નિશ્ચિત નથી પરંતુ ઓગષ્ટમાં પોલીસ વિભાગની બદલીઓની ફાઇલ ક્લિયર થાય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પોલીસના વહીવટી તંત્ર સાથે રાજ્યના પોલીસ ભવનમાં પણ કેટલાક મોટો ફેરફારો આવી રહ્યાં છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp