ગુટખા,પાન-મસાલા પર પાંચમી વખત પ્રતિબંધ

PC: dnaindia.com

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા જાહેર જનતાના આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ગુટખા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર તા.12 સપ્‍ટેમ્‍બર, 2017થી અમલમાં આવે તે રીતે તા.11 સપ્‍ટેમ્‍બર, 2017ના જાહેરનામાથી વધુ એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવવામાં આવ્‍યો છે. 2012થી સતત પાંચમી વખત આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. જોકે, તે દર વર્ષે લંબાવવો પડે છે. પરંતુ ભાજપ સરકાર ગુટખા લોબીના દબાણના કારણે તેનો કાયદો ગુજરાત વિધાનસભામાં લાવતી નથી.  

ગુટખા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલા ખાવાથી કેન્‍સર જેવા જીવલેણ રોગો થાય છે. છતાં ભાજપ સરકાર તે અંગે કોઈ કાયદો લાવવા માટે તૈયાર નથી. ગુટખા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું તે ફોજદારી ગુનો બને છે. આ ગુનાહિત કૃત્ય કરતા તેમજ આ જાહેરનામાનો ભંગ કરતા કોઇપણ વ્યક્તિ આ તંત્રના ધ્‍યાનમાં આવશે, તો તેઓની સામે ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વર્ષ-2012થી ગુટખા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.

ગુટખા પરના પ્રતિબંધનો કોઈ મતલબ પણ હવે રહેતો નથી. કારણ કે ગુટખાના વિકલ્પ રૂપે હવે તમાકુ અને સોપારી એમ બન્નેના અલગ અલગ પાઉચ આવે છે જે ગુટખાના બંધાણી મિક્સ કરીને ગુટખા તરીકે ખાય છે.

રાજ્યનો આરોગ્ય વિભાગ પણ હવે ગુટખા વેચનાર સામે પગલાં લેતું નથી. જેમાં કાલુપુર જેવા ગુટખા વેપાર કેન્દ્ર પરથી મહિને લાખો રૂપિયાની લાંચ લે છે. તેથી આવા ગુના પણ નોંધવામાં આવતાં નથી. હવે માત્ર ઔપચારિક રીતે જ આ જાહેરનામું રહી ગયું છે. તેનો વાસ્તવિક અમલ થતો નથી. તેથી સરકારે હવે આ અંગે કાયદો વિધાનસભામાં બનાવવો માટે ઘણાં તબીબ કહી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp