કોંગ્રેસમાં ફરી સામેલ થવાના છો? સવાલ પર જુઓ શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ

PC: tv9gujarati.com

ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને હવે તેના થોડા જ દિવસ બચ્યા છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન નેતાઓનું પાર્ટી છોડવા અને જોડાવાનો સિલસિલો યથાવત છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ એક વેબસાઇટ સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ બાયડ વિધાનસભા સીટ પરથી શંકર સિંહ વાઘેલાના પુત્રઅને ટિકિટ આપી છે. શંકર સિંહ વાઘેલા પણ ઘણી જગાએ લોકોને કોંગ્રેસને વોટ આપવાની વાત કરતા નજરે પડ્યા છે.

એવામાં તેમને સવાલ કરવામાં આવ્યો કે, શું તેઓ જલદી જ ફરી કોંગ્રેસમાં સામેલ થવાના છે? આ સવાલ પર જવાબ આપતા શંકર સિંહ વાઘેલાએ કહ્યું કે, જુઓ મેં પણ આ વાત મીડિયાના માધ્યમથી જ જાણી છે. મને ખબર પડી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ગુજરાત આવવાના છે અને હું તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસ જોઇન્ટ કરવાનો છું. મને કોઇએ કહ્યું નથી અને ન તો મેં કોઇને એમ કહ્યું છે. એ માત્ર મીડિયાનું બનાવેલું છે. એ કલ્પના સિવાય બીજું કશું જ નથી.

તેમણે કહ્યું કે, તેમાં જરાય હકીકત નથી. કોઇ અમને તો પૂછે ઓછામાં ઓછી શું વાત છે. હું તમને કહું છું એવું કશું જ થવાનું નથી. શંકર સિંહ વાઘેલાને એક સવાલ એવો પણ પૂછવામાં આવ્યો કે, તો પછી દીકરા મહેન્દ્ર સિંહને કોંગ્રેસ શા માટે જોઇન્ટ કરાવી દીધી? તેના પર શંકર સિંહ વાઘેલા બોલ્યા, ‘મારા દીકરા પાછળ આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)વાળા પડ્યા હતા. તે કહી રહ્યો હતો કે તમે ક્યાંયથી પણ ટિકિટ લઇ લો. મેં મહેન્દ્રને કહ્યું કે, જો તું ભાજપમાં જઇશ તો હું કોંગ્રેસના સમર્થનમાં અને એન્ટિ ભાજપ પ્રચાર નહીં કરી શકું.

તેમણે કહ્યું કે, ભાજપમાંથી ચૂંટણી લડવા પર હું તારો ચૂંટણી પ્રચાર નહીં કરું કેમ કે, હું 100 ટકા એન્ટિ ભાજપ છું. એટલે મેં કોંગ્રેસને કહ્યું કે તે મહેન્દ્રને કોંગ્રેસની ટિકિટ આપે અને જો ટિકિટ ન પણ આપે તો ઓછામાં ઓછા તેને કોંગ્રેસ જોઇન્ટ કરાવે. શંકર સિંહ વાઘેલના જણાવ્યા મુજબ, કોંગ્રેસ નેતાઓ સાથે એવી વાતચીત થયા બાદ જ તેમના પુત્રએ કોંગ્રેસ પાર્ટી જોઇન્ટ કરી છે. તેમણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એવો દવો કર્યો હતો કે, આ વખત ચૂંટણીમાં ભાજપની હાર નક્કી છે કેમ કે 2 વર્ષો સુધી એક જ પાર્ટીનું સત્તામાં રહેવું મુશ્કેલ છે. તેમણે આ દરમિયાન ભાજપ પર ધર્મની રાજનીતિ અને હિન્દુ-મુસ્લિમને લડાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp