ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, ડાયમંડ વર્કર યુનિયને બહિષ્કારની જાહેરાત કરી

PC: economictimes.indiatimes.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રત્નકલાકારોના મોટા યૂનિયન ગણાતા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મોટી સોગઠી મારી છે. યૂનિયને જણાવ્યું છે કે રત્નકલાકારોની સમસ્યા બાબતે ભાજપ સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. રત્નકલાકારો ના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે વાત કરી છે અને રત્નકલાકારો ના પ્રશ્નો ઉકેલવા ની જે પાર્ટી લેખિત ખાતરી આપે તો તેમને મત આપવા રત્નકલાકારો ને અપીલ કરીશુ અને જો લેખિત ખાતરી ના આપે તો અમારા રત્નકલાકારો સાથે સામુહિક રીતે રાજકીય પક્ષો નો બહિષ્કાર કરીશુઅને NOTA મા મત આપી અમારો વિરોધ નોંધાવીશુ.

જાણવા મળેલી વિગત મુજબ ડાયમંડ વર્કર યુનિયને ગુજરાતમાં તેના 25,000 સભ્યોને આ બાબતે પત્ર લખ્યો છે. ઉપરાંત 150 જેટલા વ્હોટસેપ ગ્રુપમાં,ટેલીગ્રામ પર અને યુનિયનના ફેસબુક પેજ પર ભાજપનો બહિષ્કાર કરવાની વિનંતી કરી છે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ જીલરિયાએ કહ્યું હતું કે, હીરાઉદ્યોગમાં 20 થી 25 લાખ  રત્નકલાકારો કામ કરે છે અને હીરાઉધોગ ના વિકાસ મા જેનો સિંહ ફાળો છે રત્નકલાકારો ની મહેનત અને પરિશ્રમ થકી જ હીરાઉધોગ નો વિકાસ થયો છે, પરંતુ ઉધોગપતિઓ માલામાલ અને રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે. જીલરિયાએ કહ્યું હતું કે અમે મુખ્યમંત્રી અને શ્રમ રોજગાર મંત્રી ને પણ મળ્યા હતા પરંતુ તેમણે રત્નકલાકારો ના પ્રશ્નો ઉકેલવા ની ખાતરી આપી એ મુજબ નુ કોઈ જ કામ હજી સુધી સરકારે કર્યું નથી.

પ્રમુખે કહ્યું કે, અમે સરકારને રજૂઆત કરી હતી કે,હીરાઉધોગ ના રત્નકલાકારો ને મજુર કાયદા હેઠળ ના લાભો નથી મળતા તથા રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તથા આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવાર ને ઉધોગપતિઓ કે સરકાર કોઈ જ મદદ કરતા નથી જેના કારણે તેમનુ જીવન અંધકારમય બની જાય છે. જેથી આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવાર ને આર્થિક મદદ મળે અને તેમના બાળકો ની શિક્ષણ ની વ્યવસ્થા કરવા મા આવે તથા બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના અને રત્નકલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી અનેક માંગણીઓ સાથે સરકાર ને અનેક વખત લેખિત અને મૌખિક રજુઆત કરવા મા આવી છે.

રમેશ જીલરિયાએ કહ્યુ કે, હીરાઉધોગ મા દિવાળી વેકેશન પછી હાલ મા પણ હજી ઘણા કારખાનાઓ બંધ છે હીરા ના કારીગરો ને દિવાળી બોનસ પણ આપવા મા આવ્યુ નથી જેના કારણે મોટા ભાગ ના રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિ કફોડી છે ત્યારે  સુરત અને ભાવનગર માંથી કારીગરો ને છુટા કરવા ની પણ અમને માહિતી મળી છે જેના કારણે કારીગરો મા આપઘાત કરવા ના બનાવો વધી શકે છે અને હીરાઉધોગ પરિસ્થિતિ હજી વધુ ખરાબ થાય એવી શક્યતાઓ છે. તેમણે કહ્યું કે, હીરાઉધોગ ના રત્નકલાકારો સુરત શહેર ની ઘણી બેઠકો સાથે ગુજરાત ના ભાવનગર અમદાવાદ અમરેલી રાજકોટ બોટાદ ગારીયાધાર રાજુલા જુનાગઢ મહુવા સાવરકુંડલા સહિત અનેક બેઠકો ઉપર રત્નકલાકારો તથા તેમના પરિવારો ના મતો નિર્ણાયક છે.

ત્યારે અમે હીરાઉધોગ ના રત્નકલાકારો ના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે વાત કરી છે અને રત્નકલાકારો ના પ્રશ્નો ઉકેલવા ની જો લેખિત ખાતરી આપે તો તેમને મત આપવા રત્નકલાકારો ને અપીલ કરીશુ અને જો લેખિત ખાતરી ના આપે તો અમારા રત્નકલાકારો સાથે સામુહિક રીતે રાજકીય પક્ષો નો બહિષ્કાર કરીશુ અને None of the above ( NOTA) મા મત આપી અમારો વિરોધ નોંધાવશુ એવો નિર્ણય ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp