ગુજરાતમાં BJPથી પાટીદારો કેટલા ખુશ, જાણો ગ્રામીણ વિસ્તારોના વોટરનો મિજાજ

PC: khabarchhe.com

ગુજરાતમાં 2022નું ચૂંટણીનું વર્ષ 2017ની ચૂંટણીથી અલગ છે. છેલ્લી ચૂંટણી આરક્ષણની માંગને લઈને પાટીદાર આંદોલનની છાયામાં થયું હતું. કોંગ્રેસે ગ્રામીણ સંકટને એક મોટો ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો હતો. આ જ કારણ રહ્યું હતું કે ભાજપ તે સમયે ગુજરાતમાં સાધારણ બહુમત હાંસલ કરી શકી હતી. જ્યારે કોંગ્રેસે સીટ શેરના મામલે 1985 પછી રાજ્યમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસની સીટોમાં સુધારની એક મોટું કારણ ગ્રામીણ વિસ્તારમાં દમદાર પ્રદર્શન હતું. આ ચૂંટણીમાં ગ્રામીણ ક્રોધ હાવી થતો નથી દેખાઈ રહ્યો.

ભાજપે ઈડબલ્યુએસ આરક્ષણ અને હાર્દિક પટેલ જેવા પાટીદાર આંદોલનના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી આ મુદ્દાઓને પોતાના નિયંત્રણમાં કરી લીધા છે. જોકે પ્રશ્ન એ પણ છે કે ખેડૂતોના મુદ્દા ચૂંટણી અભિયાન પર એટલા હાવી કેમ નથી થઈ રહ્યા. ગુજરાતના કૃષિ વિકાસના ઓફિશિયલ આંકડા 2020-21 સુધીના જ ઉપલબ્ધ છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડાંથી ખબર પડે છે કે 2020-21માં ગુજરાતમાં કૃષિ અને સંબદ્ધ ગતિવિધિઓ માત્ર 1.1 ટકા જેટલી જ વધી છે. આ છેલ્લી ચૂંટણી 2017-18ના 9.2 ટકાના આંકડાંથી ઘણા ઓછા છે.

ગુજરાત માટે ગ્રામીણ મજૂરી ડેટા સપ્ટેમ્બર 2022 સુધીનો ઉપલબ્ધ છે. ગ્રામીણ મજૂરીમાં ગુજરાત બાકીના રાજ્યોથી અલગ નથી. ગ્રામીણ મજૂરી છેલ્લા કેટલાંક મહિનાઓથી અખિલ ભારતીય સ્તર અને રાજ્ય બંને સ્તરો પર ઓછો થઈ રહ્યો છે. તેનાથી ખબર પડે છે કે ગ્રામીણ અર્થ વ્યવસ્થામાં મંદી છે. આ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર કરવાના નિર્ણયના કારણે પણ છે. તેમાં લાભાર્થીઓને ડિસેમ્બર સુધી વધારાનું 5 કિલો અનાજ આપવામાં આવવાનું છે. ચૂંટણીમાં આ વખતે ગ્રામીણ ગુસ્સામાં કેમ નથી તેના માટે ઊંડાણમાં જઈને જોવું પડશે.

ગુજરાતમાં ખેતી દેશના બાકીના રાજ્યોથી ઘણી અલગ છે. કપાસ અને મગફળી, આ બે પાક ગુજરાતની ખેતી વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આંકડાંથી ખબર પડે છે કે 2011-12 અને 2019-20ની વચ્ચે ગુજરાતમાં પાક ઉત્પાદનના કુલ મૂલ્યમાં આ બંને પાકની ભાગીદારી 40 ટકા સુધી વધી છે. પાક ઉત્પાદનના કુલ મુલ્યોમાં આ બંને પાકના હિસ્સાની તુલના કરીએ તો ખબર પડે છે તે પહેલા ઘણા ઉતરા-ચઢાવ થયા છે.

સીએમઆઈઈના કોમોડિટી પ્રાઈસ ડેટા પ્રમાણે મગફળી અને કપાસની પ્રતિ ક્વિન્ટલ કિંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર છે. ઓક્ટોબર 2022માં મગફળીની કિંમત 585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કપાસની કિંમત 7876 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. 2017માં જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી, ત્યારે ઓક્ટોબર 2017માં મગફળીની કિંમત 4150 રૂપિયા અને કપાસની કિંમત 4430 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની હતી. મતલબ હાલની કિંમત પાંચ વર્ષ પહેલાની તુલનામાં ઘણી વધારે છે. આ માત્ર મોંઘવારીના કારણે નથી ઓક્ટોબર 2017માં બંને પાકની કિંમત પૂર્વના ઈતિહાસની તુલનામાં ઓછી હતી. આ સંભાવના છે કે ગુજરાતના ખેડૂતો માટે બે સૌથી મહત્વપૂર્ણ પાકની કિંમતોમાં ઉછાળે આ ચૂંટણીમાં ગ્રામીણ ગુસ્સાને શાંત કરી દીધો છે. ગ્રામીણ ક્ષેત્રોના પરિણામ આ તર્કને સાબિત કરશે અથવા ખારીજ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp