ગુજરાતની આ વિધાનસભા બેઠકના ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાતા ભૂકંપ

PC: khabarchhe.com

ગુજરાતમાં કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના અગ્રણીઓ વંડી ઓળંગી કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે મોટા ભાગે ભાજપ કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પક્ષોમાં ભંગાણ સર્જી રહ્યું છે બીજીબાજુ અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર જાહેર કર્યા પછી સતત ભાજપમાં ભંગાણ સર્જાતા જિલ્લા અને તાલુકાના ભાજપ મોવડી મંડળમાં હડકંપ મચ્યો છે મોડાસા વિધાનસભા બેઠકના પ્રભારી અને ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષે પાર્ટીમાંથી રાજીનામુ આપી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જતા માહોલ ગરમાયો છે.

અરવલ્લી જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ જયંતીસિંહ ઝાલાએ ચૂંટણી ટાણે બાયડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કમળનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે મોડાસા વિધાનસભા બેઠકના પ્રભારીએ રાજીનામુ ધરી દેતા તેમની સતત પાર્ટીમાં અવગણના થતી હોવાનો રાગ આલાપ્યો હતો

અરવલ્લી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ જયવંતસિંહ ઝાલાએ પક્ષ માંથી રાજીનામુ ધરી કોંગ્રેસનો પંજો પકડતા ભાજપમાં સોંપો પડી ગયો છે ભાજપના નેતાનું કોંગ્રેસી કરણ થતા કાર્યકરો ગેલમાં આવી ગયા છે જિલ્લામાં ભાજપના અગ્રણી હોદ્દેદ્દારો અને કાર્યકરોમાં પક્ષમાં સતત અવગણના થતી હોવાની ગપસપ ચાલી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp