ગુજરાતના માજી મંત્રી પાસે ખંડણી માગતો રવિ પૂજારી ગેંગનો આરોપી મુંબઈથી ઝડપાયો

PC: twitter.com/jkavadiya

રાજ્યના ધારાસભ્ય અને ઉદ્યોગપતિઓ પાસે રવિ પૂજારી ગેંગ ધમકી આપી ખંડણી ઉઘરાવે છે, ત્યારે રાજ્યના માજી પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડી ને થોડા દિવસથી ફોન પર પાંચ લાખની ખંડણી આપી જવા ધમકી રવિ પૂજારીના નામે મળતી હતી, ત્યારે માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવાતા IG ડી.એન.પટેલ દ્વારા મોરબી DCP, LCB અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી મોબાઇલ નંબરના આધારે મુંબઈ ખાતેથી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો આરોપી આશીષકુમાર રામ નરેશ શર્માને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, ત્યારે આરોપી પૂછપરછમાં  મુંબઈમાં ફોન પર ધમકી આપી અન્ય લોકો પાસેથી નાણા પડાવ્યાનું ખૂલ્યું છે ત્યારે ભાજપના નેતા અને માજી મંત્રી જયંતિભાઈ કવાડીયાને ધમકી આપવાનો બનાવ બનતા પોલીસ તરત હરકતમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp