રાજ્યમાં ‘આયુષ આપ કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત 10.70 ઔષધીય રોપાનું વિતરણ કરાયું

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ‘આયુષ આપકે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ, દિલ્હી તેમજ ગુજરાત મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.30 ઓગસ્ટથી તા. 5 સપ્ટેમ્બર, 2021 સુધીમાં રાજ્યની વિવિધ નર્સરીઓમાંથી કુલ 10.70 લાખથી વધુ ઔષધીય રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણીના અનુસંધાને ‘આયુષ આપ કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત વર્ષ દરમિયાન દેશભરમાં કુલ 75 લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં 2478 ખેડૂતોને 6,44,601 રોપા, 8813 અન્ય લોકોને 2,51,043 રોપા, 6566 શૈક્ષણિક સંસ્થાઓને 1,64,526 રોપા, 13 જેટલી આરોગ્ય અને 12 જેટલી સરકારી સંસ્થાઓને અનુક્રમે 8020 તથા 2060 રોપા એમ કુલ 17,862 લાભાર્થીઓને 10,70,250 જેટલા ઔષધીય વનસ્પતિઓના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

આ અંગે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર ઔષધીય રોપાના વિતરણની આ કામગીરી હાલ પણ ચાલી રહી છે. જેનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોને રાજ્યમાં આવેલી વિવિધ નર્સરીઓના સ્થળ અને સંપર્કની વિગતોની માહિતી માટે www.gmpb.gujarat.gov.in વેબસાઈટ પરથી મળી રહેશે તેમ ઉમેર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp