ગુજરાતના જિલ્લાના 10 ગામોમાં 100 ટકા વેક્સીનેશન કરાયું, સરકારનો દાવો

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી આવી રહેલી કોરોના કોરોના વાઇરસની વેક્સીનેશનની કામગીરીમાં સિમાચિહ્નરૂપ 10 ગામોમાં સો ટકા વેક્સીનેશન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સમાહર્તા સ્તુતિ ચારણના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘની રાહબરી હેઠળ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કોરોના કોરોના વાઇરસ સામે પ્રતિરોધાત્મક રસી માટેના વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાના 10 ગામોમાં સો ટકા વેક્સીનેશનની કામગીરી કરી સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે.

જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર જિલ્લામાં કરવામાં આવી રહેલી વેક્સીનેશનની કામગીરી દરમિયાન બોડેલી તાલુકાના કોસીન્દ્રા, સંખેડા તાલુકાના હાંડોદ, બોડેલી તાલુકાના અજારી, પાવીજેતપુર તાલુકાના જીતનગર, બોડેલી તાલુકાના સડધરી, બોડેલી તાલુકાના ચલામલી, સંખેડા તાલુકાના ધરોલી, સંખેડા તાલુકાના મોતીપુરા, ટીમ્બી અને પીપળીયા ગામે સો ટકા વેક્સીનેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં વેક્સીનેશન અંગે જાગૃતિ આવે તથા જિલ્લાની જાહેર જનતા વેક્સીનેશન કરાવવા માટે આગળ આવે એ માટે જિલ્લા પ્રશાસન દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ફળસ્વરૂપે જિલ્લાના ઉપરોકત દસ ગામોએ સો ટકા વેક્સીનેશનની સિદ્ધિ હાંસલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના કોરોના વાયરસની મહામારીને નાથવા માટે વેક્સીનેશન જ એકમાત્ર વિકલ્પ છે. નિષ્ણાંતો દ્વારા નજીકના સમયમાં કોરોના વાયરસના સંક્રમણની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતાને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. આવનારી સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે જિલ્લાના તમામ પ્રજાજનોને ઝડપથી વેક્સીનેશન કરાવી લેવા જિલ્લા પ્રશાસન તરફથી જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp