ગુજરાતમાં સ્વામિનારાયણ મંદિરના 11 સંતો કોરોના પોઝિટિવ આવ્યા

PC: youtube.com

રાજ્યમાં કોરોનાના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે પરંતુ આરોગ્ય વિભાગની કામગીરીના કારણે હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. અમદાવાદમાં સામાન્ય જનતા, પોલીસકર્મી, રાજકીય પક્ષના નેતાઓ અને દર્દીઓની સારવાર કરતા ડૉક્ટરો પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ મંદિરોમાં પણ પહોંચ્યું છે. અમદાવાદમાં એક મંદિરના 11 સંતોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. તમામ સંતોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા અન્ય સંતોને મંદિરની અંદર જ કોવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ત્યારબાદ મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહેતા સંતોમાં કોરોનાનાં લક્ષણો જણાઈ આવતા તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ આવતાની સાથે મંદિરના સંતોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે, સ્વામિનારાયણ મંદિરમાં રહેતા 11 સંતોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. મંદિરના 11 સંતો કોરોના પોઝિટિવ નીકળતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ સંતોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોરોના પોઝિટિવ સંતોના સંપર્કમાં આવેલા અન્ય સંતોને મંદિરમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ 11 સંતોની હાલત સુધારા પર છે.

મણીનગર સ્વામિનારાયણ મંદિરના 11 સંતોને કોરોનાનો ચેપ લાગતા મંદિરને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે મંદિરના દરવાજા ખોલવાનો નિર્ણય 15 જૂલાઈ પછી લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં છે અને ત્યાબાદ સુરતનો નંબર આવે છે. રાજ્યમાં અત્યાર સીધીમાં કોરોનાના 32,670 કેસ નોંધાયા છે, તેમાંથી 23,670 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇને સ્વસ્થ થઇને ઘરે ચાલ્યા ગયા છે અને હાલ 6,928 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તેમાંથી 71 દર્દીની હાલત ગંભીર હોવાના કારણે તમને વેન્ટીલેટર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1,848 લોકોના મોત નીપજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp