સુરતના SMC સંચાલિત સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 11 વર્ષના તરૂણનું મોત

PC: youtube.com

સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલના સંચાલકોની ઘોર બેદરકારીના કારણે 11 વર્ષના તરુણનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં આવેલા સ્વિમિંગ પુલમાં તેની માતા સાથે તરવા માટે ગયેલો 11 વર્ષનો ચૈતન્ય માતાની નજર સમે જ સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો હતો. જે સમયે ચૈતન્ય પાણીમાં સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે માતા પ્રતિભાબેન તેને જોઈ રહ્યા હતા. જોતજોતામાં ચૈતન્ય પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જે સમયે ચૈતન્ય પાણીમાં ડૂબ્યો તે સમયે આસપાસ મહાનગરપાલિકાના પાંચ તરવૈયા પણ હાજર હતા. પરંતુ તેઓ કંઈ કરી શક્યા ન હતા. જે સમયે આ ઘટના બની હતી ત્યારે એક ડૉક્ટર પણ તરવા આવ્યા હતા. તેમણે ઘટના સ્થળે જ ચૈતન્યને બાચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા અને તેઓ માનવતાના ધોરણે 108માં ચૈતન્યના પરિવાર સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ચૈતન્યનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. બાળકના મોત બાદ સમગ્ર મામલાને દબાવવા માટે મહાનગર પાલિકાના અધિકારીઓ અને તરવૈયાઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલો દબાવી દેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહાનગર પાલિકાના સ્વિમિંગ પુલમાં ડૂબીને કોઈ વ્યક્તિ કે બાળકનું મોત થવાની આ કોઈ પહેલી ઘટના નથી, આ અગાઉ પણ સ્વિમિંગ પુલમાં તરવૈયાઓનું સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટરની બેદાકારીના કારણે મોત નીપજ્યું હોવાની ઘટનાઓ બની ચુકી છે. હવે જોવાનું એ રહે છે કે, સમગ્ર મામલે સ્વિમિંગ પુલના સંચાલકો સામે કોઈ પણ પગલાં લેવામાં આવે છે કે નહીં. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp