દાહોદ: સોના-ચાંદીના વેપારીના ઘરે ચોરોએ પાડ્યુ ખાતર, આટલા લાખની ચોરી

PC: eenaduindia.com

દાહોદના લીંબડીનગરમાં સોની વેપારીના મકાન ઉપર ઘરફોડિયાઓએ ત્રાટકીને અંદરથી 15 કિલો ચાંદીના દાગીના અને 19 તોલા વજનના સોનાના દાગીના મળીને 6.60 લાખની મતાનો હાથફેરો કર્યો હતો. ચોરીના આ બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં રહેતા જયેશભાઈ બાબુલાલ પંચાલ જ્વેલર્સની દુકાન ધરાવે છે. દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા શખ્સો તેમના મકાનની છત ઉપર આવેલા દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ્યા હતા. તેમજ ત્રીજા માળે મુકેલી તિજોરી તોડીને અંદરથી 15 કિલો ચાંદીના દાગીના અને 19 તોલા સોનાના દાગીના મળીને કુલ રૂ. 6.60 લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ આરંભી છે. બીજી તરફ સોની વેપારીના મકાનમાં લાખોની ચોરી થતા લોકોમાં પોલીસની કામગીરી સામે રોષ ફાટી નીકળ્યો છે. ચોરીના આ બનાવમાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp