ધોરાજીમાં તાજીયા દરમિયાન 15 લોકોને કરંટ લાગતા 2ના મોત, અનેક ગંભીર

PC: twitter.com

રાજકોટમાં એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી છે, જ્યાં ધોરાજીમાં તાજીયા જુલુસ સમયે 15 લોકોને કરંડ લાગ્યો હતો, જેમાંથી 2 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ ગંભીર છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજીયા ઉપાડતી વખતે 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો, જેમને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3ની હાલત ગંભીર કહેવાઈ હતી, જેમાંથી સાજીદ જુમા શંધી અને જૂનૈદ હનીફના મોત થઈ ગયા છે.

ઝારખંડમાં પણ હાઇટેન્શન તારની ચપેટમાં આવવાથી તાજિયામાં બ્લાસ્ટ, 4ના મોત

ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મુહર્રમનો જુલૂસ કાઢવા દરમિયાન મોટો અકસ્માત થઈ ગયો. ત્યાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવવાથી કુલ 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા, જેમાંથી 4 લોકોના મોત થઈ ગયા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોકારોના બેરમો વિસ્તારના ખેરકોમાં આ ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે થઈ. બધા મુહર્રમમાં તાજિયા લઈને જઈ રહ્યા હતા, ત્યારે તે 11,000 વૉલ્ટના તારની ઝપેટમાં આવી ગયા.

ઘટના દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, તાજિયા ઉઠાવવા દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી 11 હજાર વૉલ્ટની હાઈટેન્શન લાઇટ તાજિયા સાથે લાગી લઈ, જેના કારણે તાજિયામાં રાખેલી બેટરી બ્લાસ્ટ થઈ ગઈ, લોકોએ તાત્કાલિક બધા ઇજાગ્રસ્તોને DVC બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા, તો લોકોએ હૉસ્પિટલમાં એબ્યુલન્સ ન હોવા અને અવ્યવસ્થાને લઈને ખૂબ હોબાળો કર્યો. જો કે, ત્યારબાદ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બબાદ બોકારો મોકલવામાં આવ્યા.

તો હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે ઇજાગ્રસ્તોન સ્વજનોએ ભારે હોબાળો કર્યો, ત્યારબાદ બધા પોત પોતાના સાધનાથી બોકારો BGH પહોંચ્યા. આ બધાની સારવાર ચાલી રહી છે. હૉસ્પિટલમાં ઇજાગ્રસ્તોના સ્વજન સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પહોંચ્યા છે. ઘટના બાબતે ખેતકોના સરપંચ શબ્બીર અન્સારીએ જણાવ્યું કે, સવારે લગભગ 5:30 વાગ્યે ઉપરદરગાહ ટોલામાં મળવા માટે તાજિયા ફેરવવામાં આવી રહ્યા હતા. તાજિયા ફેરવવાના ક્રમમાં ઉપરથી જઈ રહેલા હાઈટેન્શન તાર સાથે લાગી ગયા. જોરદાર અવાજ સાથે ઘણા લોકો ગંભીર રૂપે દાઝી ગયા.

તેમણે આગળ જણાવ્યું કે, ખેતકો શિવ મંદિર પાસે 4 તાજિયાનું મિલન થાય છે, જે અલગ અલગ જગ્યાઓથી ફરતા શિવ મંદિર પાસે મળવા પહોંચે છે. અહીં પહોંચનારામાં દરગાહ ટોલા, પારટાંડ, નીચે મોહલ્લા અને ઉપરદરગાહ ટોલાના તાજિયા મળે છે, જેમાં ઉપર દરગાહ ટોલામાં અકસ્માત થઈ ગયો છે. મૃતકોની ઓળખ આસિફ રઝા (ઉંમર 21 વર્ષ), એનામૂલ રબ (ઉંમર 35 વર્ષ), ગુલામ હુસેન (18 વર્ષ), સાજિદ અન્સારીના રૂપમાં થઈ છે.

તો સાલુદ્દીન અન્સારી, ઈબ્રાહીમ અન્સારી, લાલ મોહમ્મદ, ફિરદોસ અન્સારી, મેહતાબ અન્સારી, આરીફ અન્સારી, શાહબાજ અન્સારી, મોજોબિલ અન્સારી અને સાકીબ અન્સારીની સારવાર બોકારો જનરલ હૉસ્પિટલમાં ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp