ઉત્તરાયણમાં અમદાવાદ એરપોર્ટના રનવે પરથી પતંગ હટાવવા ખાસ તકેદારી

PC: indiatimes.com

ઉત્તરાયણ ગુજરાતીઓનો મનપસંદ તહેવાર. આ દિવસે અમદાવાદી પતંગ રસિયાઓ વહેલી સવારથી ધાબે ચડી જાય છે.ઘણી વખત પતંગના કપાયેલા દોરાથી અનેક પક્ષીઓ અને માણસોને પણ ગંભીર ઈજા પહોંચે છે. ઘણી વખત તો લોકોને જીવ ખોવાનો વારો આવ્યા હોવાના દાખલા સામે છે, ત્યારે આવા સમયે કોઈ અકસ્માત ના સર્જાય તે માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી સક્રિય બની છે. ઉત્તરાયણમાં વિમાનના ટેકઓફ અને લેન્ડિગ દરમિયાન પતંગો અને તુક્કલો સાથે ફ્લાઈટ ટકરાય નહી, તે માટે રનવે પર વધારાના કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવશે.

આ ઉપરાંત અકસ્માત ટાળવા માટે અમદાવાદ કોર્પોરેશન, પોલીસ અને એરપોર્ટ ઓથોરીટીના કર્મચારીઓ એરપોર્ટની નજીક રહેતા સ્થાનિકોને જાગૃત કરી રહ્યા છે. આ સિવાય એરપોર્ટ પર આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડને પણ એલર્ટ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, એરપોર્ટના રનવે પર દરેક શિફ્ટમાં પક્ષીઓને દૂર કરવા માટે 12 કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. જો કે ઉત્તરાયણ પર્વ દરમિયાન રનવે પર આવતા પતંગ અને તુક્કલના ઝડપી નીકાલ માટે વધારાના 6 કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ સિવાય ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ સમયે પાઈલોટને ખાસ તકેદારી રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp