26th January selfie contest

20 પ્રમુખમાંથી 11 પ્રમુખ અમીન કેમ ચૂંટાયા?

PC: khabarchhe.com

અમદાવાદ નજીક દહેગામ નગરપાલિકામાં ભાજપે પોતાના સભ્યોને ભાંગફોડથી બચાવવા માટે અજ્ઞાત સ્થળે લઈ જઈને કોંગ્રેસની નીતિ અપનાવી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભાજપ હવે પોતે કેમ્પ કરીને પોતાના ચૂંટાયેલાં સભ્યોને ઈચ્છા કે અનિચ્છાએ અજાણ્યા સ્થળે ચૂંટણી સુધી લઈ જઈને રાજકીય કેમ્પ કરવામાં આગળ રહ્યો છે.

અમદાવાદમાં પંચવટી ફાર્મ પર કોંગ્રેસના ધારાસભ્યોને રાખીને રાજકીય કેમ્પ કરવાની શરૂઆત પૂર્વ મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે કરી હતી. કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલની ખુરશી બચાવવા માટે તેમના ધારાસભ્યોને કર્ણાટકમાં એક રિસોર્ટમાં લઈ જવામાં લઈ જઈને ભાજપની ખરીદીથી બચવા માટે કેમ્પ કર્યો હતો કારણ કે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને રૂ.16 કરોડ જેવી ઉંચી બોલી બોલીને ખરીદ કર્યા હતા. ત્યારે તેમના ભારે ટીકા થઈ હતી.

હવે આ ટ્રેન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ જોવા મળે છે અને કેમ્પ કરવામાં આવે છે. અમદાવાદ નજીકમાં દહેગામના ભાજપના સભ્યોને એક કેમ્પ કરીને તેમને ખસેડવામાં આવ્યા હતા. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે દહેગામ ભાજપમાં અંદરો અંદર ફાટફૂટ છે અને તેમાં કેટલાંક કોંગ્રેસના સંપર્કમાં હતા. કોંગ્રેસમાં ભળી જાય તો ભાજપને મોટો ફટકો પડે તેમ હતો. તેથી તેમને વૈભવી રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા.

ભાજપના 6 સભ્યોએ પ્રમુખ બનવાનો દાવો કર્યો હતો તેથી ભાજપના નેતાઓ બળવાની ચિંતા કરવા લાગ્યા હતા અને પોતાના સભ્યોને સલામત સ્થળે લઈ જઈને તેમને સુરક્ષિત કર્યા હતા. ભાજપમાં બળવો ન થાય તે માટે આખરે બિમલ પ્રવિણ અમીનને 20 મતથી ચૂંટી કાઢવામાં આવ્યા હતા. દહેગામાં આજ સુધી કુલ 20 પ્રમુખ નગરપાલિકામાં ચૂંટાયા હતા. જેમાં 11 પ્રમુખ તો અમીન છે. અમીન એ પાટીદારોની એક પેટા શાખા છે. આમ અમીન સૌથી વધારે ચૂંટાયા છે.

દશરથ ચુની અમીન 13-11-1978 પ્રથમ અમીન ચૂંટાયા હતા. વિજય નટવર બે વખત પ્રમુખ બન્યા હતા. બચુ કાંતિ 2000માં ચૂંટાયા હતા. દશરથ ચુની, કમલેશ બાબુ, સુમેરૂ રસિક, વિજય નટવર, મમતા રૂપલ, સરલા કમલેશ, બિમલ પ્રવિણ એમ 11 વખત અમીન પ્રમુખ બન્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp