હરિદ્વાર કથા સાંભળવા ગયેલા સૌરાષ્ટ્ર અને સુરતના 210 વડીલો ફસાયા

PC: dainikbhaskar.com
કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉનની જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને સુરતથી હરિદ્વાર કથા સાંભળવા માટે ગયેલા 210 જેટલા વડીલો ફસાઈ ગયા છે. રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર અને સુરતના 210 વડીલો 15 માર્ચના રોજ ટ્રેન મારફતે હરિદ્વાર ગયા હતા. કથા બાદ આ તમામ લોકોની 22 માર્ચના રોજ રિટર્ન ટિકિટ હતી પરંતુ રિટર્ન ટિકિટના દિવસે જ જનતા કરફ્યુ હતું તેથી ટ્રેનો, બસો અને તમામ વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યો હતો. વાહન વ્યવહાર બંધ થતાં આ તમામ લોકોને ધર્મશાળામાં આશરો લેવાની ફરજ પડી હતી. જનતા કરફ્યુ બાદ દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ સમગ્ર દેશમાં એક દિવસ 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યુ છે. હવે આ 210 વડીલો પાસે કરિયાણું અને જીવનની અન્ય વસ્તુઓનો સ્ટોક પણ ખૂટી ગયો છે અને તેઓ દિવસમાં એક જ વાર જમવાની વ્યવસ્થા થાય કેટલો અનાજ તેમની પાસે બાકી છે. આ ઉપરાંત ઘણા વડીલોને ડાયાબિટીસ અને BPની દવાઓ પણ ખૂટી રહી છે.

અત્યારે હરિદ્વારમાં ફસાયેલા તમામ વડીલો એ ગુજરાત અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, અમને અમારા વતન સલામત રીતે મોકલવા માટે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે અહીં વાહન વ્યવહાર બંધ હોવાથી જીવન જરુરિયાતની વસ્તુઓ પણ ખૂટી રહી છે અને સ્વાસ્થ્યને લઈને પણ કેટલીક તકલીફો વધી રહી છે.

હરિદ્વારમાં ફસાયેલા તમામ વડીલો ભીમગુડા વિસ્તારમાં આવેલી પંજાબસિંધ ક્ષેત્રની ધર્મશાળામાં 55 રૂમ રાખીને રહે છે. 210 વડીલોમાંથી મોટા ભાગના લોકો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ અને બાબરીયાત સહિતના ગામના અને 25 લોકો સુરતના વેલંજા વિસ્તારના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

હરિદ્વારમાં ફસાયેલા ગોપાલભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમે લોકો 15 માર્ચના રોજ હરિદ્વાર કથા સાંભળવા પહોંચ્યા હતા અને અમારે રિટર્ન ટિકિટ 22 માર્ચની હતી પરંતુ 21 માર્ચના રોજ રાત્રે અમને ટ્રેન ઉપડવાની ખાતરી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ જનતા કરફ્યુના કારણે ટ્રેન બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ લોકડાઉન થતાં અમે લોકો અહીં ફસાઈ ગયા છીએ.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp