લગ્ન પ્રસંગે જુગાર રમતા 26 આરોપીઓની અમદાવાદ પોલીસ કરી ધરપકડ

PC: youtube.com

ગુજરાતમાં દારૂના વેચાણ અને જુગાર રમવા જેવી કેટલીક બાબતો પર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, છતાં પણ અવાર નવાર પોલીસના હાથે જુગારીઓ અને લાખો રૂપિયાના દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરો પકડાય છે. ત્યારે અમદાવાદ પોલીસે લગ્ન પ્રસંગ દરમિયાન જુગાર રમતા 26 લોકોની ધરપકડ કરી હતી અને આરોપીઓ પાસેથી 4 લાખ કરતા વધુની રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી મળતી અનુસાર, સોમવારના રોજ જ્યારે માધવપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને જુના મ્યુનિસિપલ ક્વાર્ટરમાં લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા 26 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. જેના કારણે પોલીસે કાર્યવાહી કરીને 26 લોકોની અટકાયત કરી હતી અને તેમની પાસેથી 25 હજાર રૂપિયા રોકડા, 16 મોબાઈલ અને 6 જેટલા ટુ-વ્હીલર સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ ઇસમો સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમગ્ર મામલે પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ ઇન્સ્પેકટર સાહેબને ખાનગી રીતે બાતમી મળી હતી કે, મ્યુનિસિપલ ક્વાર્ટર્સની સામે એક લગ્ન પ્રસંગ હતો તે ઘરની નજીક આવેલા ખુલ્લા મેદાનમાં અમુક ઇસમો પાનાનો હારજીતનો જુગાર રમે અને રમાડે છે. એવી માહિતી મળેલી અમે એ માહિતીના આધારે પોલીસે રેડ કરતા મ્યુનિસિપલ ક્વાર્ટર્સ મકાન નંબર 54ની આગળથી 26 ઇસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp