ટીવી સિરિયલ જોઈને દિવ્ય શક્તિ મેળવવા અમદાવાદના ત્રણ બાળકો પહોંચ્યા વેરાવળ પછી...

PC: youtube.com

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ગૂમ થયેલા એક જ પરિવારના ત્રણ બાળકો વેરાવળ રેલવે પોલીસને મળી આવ્યા હતા. પોલીસે બાળકોની પૂછપરછ કરતા બાળકોએ ઘરેથી કોઈને કહ્યા વગર વેરાવળ આવવાનું ચોકાવનારૂ કારણ પોલીસને જણાવ્યું હતુ. બાળકો ટેલીવિઝન પર આવતી એક સીરીયેલ જોઈને વેરાવળ કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. વેરાવળ રેલવે પોલીસે બાળકોને ફોસલાવી તેમની પૂછપરછ કરીને તેમના પરિવારજનોને જાણ કરી હતી. જેના કારણે માતા-પિતા બાળકોને લેવા માટે વેરાવળ પહોંચ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ત્રણ બાળકો ટેલીવિઝનમાં રૂદ્ર રક્ષક નામની સીરીયેલા જોઈને એટલા પ્રભાવીત થઈ ગયા હતા કે, ત્રણેય બાળકો સોમનાથ મહાદેવના દર્શન કરીને અને તેમની ઉપાસની કરીને દિવ્ય શક્તિ મેળવવાની લાલચમાં અમદાવાદથી પરીવારના સભ્યોના જાણ કર્યા વગર જ સ્કૂલ યુનિફોર્મમાં અમદાવાદથી ટ્રેનમાં બેસીને વેરાવળ પહોંચી ગયા હતા. બીજી બાળકો બાળકોની કોઈ ભાળ ન મળવાના કારણે માતા-પિતાએ બાળકોનું અપહરણ થયું હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

જ્યારે બાળકો વેરાવળ રેલવે સ્ટેશન પર ફરી રહ્યા હતા. ત્યારે રેલવે પોલીસને બાળકોનું અપહરણ કરીને લાવ્યા હોવાની શંકા જતા પોલીસે ત્રણેય બાળકોની પૂછપરછ કરતા ત્રણેય બાળકો ખોટું બોલ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેય બાળકોને કપડા અને જોઈતી વસ્તુ લઈ આપી હતી. જેના કારણે ત્રણેય બાળકોએ પોલીસને સાચી હકીકત જણાવી હતી. જેના કારણે વેરાવળ રેલવે પોલીસે મધરાત્રીના સમયે બાળકોના પરિવારજનોને અને નરોડા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના ત્રણ બાળકો મળ્યા હોવાની જાણ કરી હતી. જેના કારણે બાળકોના પરિવારજનો ત્રણેય બાળકોને લેવા માટે વેરાવળ પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp