એકાંતમાં ગયેલા યુગલને બ્લેકમેઇલ કરી મહિલા સાથે ગેંગરેપ કરવાનો પ્રયત્ન

PC: dainikbhaskar.com

હાલમાં દાનહના સાતમાળિયા નજીક એકાંતમાં ગયેલા યુગલને બ્લેકમેઇલ કરી લૂંટી અને મહિલા સાથે ગેંગરેપનો પ્રયત્ન કરાયાની ઘટના સામે આવી છે. જોકે આ પહેલાના બનાવોની વાત કરવા જઇએ તો આ વિસ્તારમાં પહેલા પણ આવી ઘણી ઘટના બની ચૂકી છે. જેમાં આજ મોનોપોલીથી મહિલાને આંતરીને બલાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય. જોકે આવા મોટા ભાગના ટૂરીસ્ટ હોવાના કારણે અને બદનામીના ડરથી પોલીસ ફરિયાદ કરતા નથી. એકાંતમાં બેઠેલ યુગલોને જોઇ તેમને ટાર્ગેટ કરી તેમની સાથે બદસલૂકી કરતા તત્વો પ્રદેશમાં સક્રિય છે.

જોકે ત્યાંની પોલીસ અંગે વાત કરવામાં આવે તો પોલીસ ક્યાંતો આ તમામ વાતથી અજાણ છે ક્યાંતો પછી તે કોઇ પણ પ્રકારના આગોતરા પગલા ભરવાના મૂડમાં નથી. જોકે ભવિષ્યમાં આ વિસ્તારમાં આ પ્રકારની કોઇ મોટી ધુર્ધટના બને તો કોઇ નવાઇ નહિ.

સૂત્રો પાસેથી મળી રહેલ જાણકારી અનુસાર ખાનવેલથી શનિવારે એક યુવાન પોતાની ઓળખીતી સ્ત્રી સાથે આવ્યો હતો. જોકે સાીતમાળિયા પાસે મહિલાને કુદરતી હજ માટે જવાનું થતા બાઇક વચ્ચે ઉભી રાખી મહિલા રોડ અંદર ઝાડ ઝાંખરામાં ગઇ હતી. જોકે સાવચેતી રૂપ મહિલાએ યુવકને પોતાની નજીક રહેવા જણાવ્યું. આ દરમિયાન કેટલાક લુખ્ખા તત્વો ત્યાં આવ્યા અને યુવક સાથે દુરવ્યવહાર કરવા લાગ્યા જોકે એકદમથી ધસી આવેલા આ તત્વોમાંથી એક યુવકે મહિલા સાથે શારીરીક અડપલા પણ કર્યા હતા.

બીજા તેની સાથેના ટપોરીઓએ યુવક પાસે પૈસાની માંગણી કરી હતી. જેમાં યુવકે તેમને 1 હજાર આપ્યા હતા. આટલુ કર્યા બાદ પણ આ ટપોરીઓ મહિલા સાથે શારીરીક સંબંધ બાંધવા બળજબરી કરવા લાગ્યા. જોકે રૂપિયા માટે ચાલી રહેલ દલીલો વચ્ચે મહિલા ભાગીને રોડ પર આવી ગઇ હતી. જેના કારણે તે શિકાર બનતા રહી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp