20 લાખ આપી ગેરકાયદે US જવાના ચક્કરમાં 4 ગુજરાતીઓ ગુમ

PC: divyabhaskar.co.in

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશના ચક્કરમાં અનેક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે, છતા ગેરકાયદે US જવાનો સિલસિલો અટકતો નથી. મહેસાણાના ડિંગુચામાં રહેતા એક એજન્ટને 20 લાખ રૂપિયાની અમેરિકા જવા નિકળેલો એક ગુજરાતી યુવાન 6 મહિનાથી ગુમ છે. આમ તો આ યુવક સાથે 8 ગુજરાતીઓ હતા, પરંતુ અન્ય 3 ગુજરાતી યુવાનોનો પણ પરિવાર સાથે સંપર્ક થયો નથી. મતલબ કે છેલ્લાં 6 મહિનાથી 4 ગુજરાતી યુવાનો ગુમ છે.

ભરત રબારી નામનો એક યુવાન અમેરિકા જવા નિકળ્યો હતો, પરંતુ 6 મહિનાથી સંપર્ક તુટી જતા ભરત રબારીના પત્ની ચેતનાએ પ્રાતિંજ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

BHARAT RABARI

પ્રાતિંજ તાલુકાના વાઘપુર ગામમાં રહેતા ચેતના રબારીએ પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે, ડિંગુચાના મહેન્દ્ર પટેલ અને મહેસાણાના મુગનાનો એજન્ટ દિવ્યેશ કુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલે છેતરપિંડી કરી છે.

ચેતના રબારીએ કહ્યુ કે, સાત મહિના પહેલા એજન્ટ દિવ્યેશ અમારા ઘરે આવ્યો હતો અને મારા પતિ ભરતભાઇને વર્ક પરમિટ પર અમેરિકા લઇ જવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, 70 લાખ રૂપિયા આપવા પડશે. અમેરિકા જતા પહેલા 20 લાખ અને બાકીના 50 લાખ પછી આપવાના એવું નક્કી થયું હતું. ભરત રબારીએ મિત્રો, સ્વજનો પાસેથી 20 લાખ ભેગા કરીને એજન્ટ દિવ્યેશને આપી દીધા હતા.

CHETNA RABARI

એ પછી ભરત રબારી અમેરિકા જવા નિકળ્યા હતા અને થોડા દિવસો સુધી તો પતિ ભરત રબારી સાથે વાત થતી રહેતી, પરંતુ 4 ફેબ્રુઆરી પછી પતિ સાથે વાત થવાની બંધ થઇ ગઇ હતી. ચેતના રબારીએ આ વિશે મહેન્દ્ર પટેલ અને દિવ્યેશને વાત કરી હતી. મહેન્દ્ર પટેલે કહ્યુ કે, બહેન, ચિંતા ન કરો, તમારા પતિ સાથે બીજા 8 જણા પણ ગયા છે, પંદરેક દિવસમાં વાત થઇ જશે. પંદર દિવસ પછી પણ વાત ન થઇ શકી. એમ કરીને 6 મહિના નિકળી ગયા.  આખરે ચેતનાએ કંટાળીને પોલીસને ફરિયાદ કરી દીધી હતી.

ભરત રબારી અને અન્ય 8 ગુજરાતીઓને ગેરકાયદે અમેરિકા મોકલવાના કેસમા ડિંગુચાનો એજન્ટ મહેન્દ્ર પટેલ આરોપી છે. આ એ જ મહેન્દ્ર પટેલ છે જેના ભાઇ સહિતનો આખો પરિવાર ગયા વર્ષે કેનેડા- અમેરિકા બોર્ડર પર હિમવર્ષાને કારણે મોતને ભેટ્યો હતો.

પોલીસે ચેતના રબારીની ફરિયાદને આધારે એજન્ટ દિવ્યેશની ધરપકડ કરી લીધી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp