4 લાખનું તળાવ અને 80 લાખ ઉદઘાટન ખર્ચ!

PC: facebook.com/gujaratinformation.official

કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા ગુજરાત ભ્રમણ કરી રહ્યાં છે. તેઓ ડાંગમાં ગયા અને ત્યાંની સ્થિતિ જોઈને કહ્યું કે, ભાજપની રૂપાણી સરકાર તાયફા કરનારી સરકાર છે. 4 લાખના ખર્ચે તળાવ ઊંડા કરવાના કામનું ખાતમૂહુર્ત કરવા માટે ભાજપની રૂપાણી સરકારે કાર્યક્રમ રાખ્યો હતો જેમાં રૂ. 80 લાખથી વધુનો ખર્ચ કર્યો છે.

પ્રજાના રૂપિયાનો તાયફો થઈ રહ્યો છે. તળાવોમાં કેટલી માટી કાઢી તેનું માપ થતું નથી. ચોમાસાનો પહેલો વરસાદ આવશે એટલે સરકાર એવું કહેશે કે માટી કાઢી તો હતી પણ તે ફરીથી પાણી સાથે આવી ગઈ છે. ભાજપ સરકાર આવું આજકાલથી કરે છે એવું નથી 2001થી આવું કરી રહી છે.

22 વર્ષથી આવું થઈ રહ્યું છે. લોકોનું જીવન ધોરણ સુધરે તે માટે કામ કરવાના બદલે તાયફા કરવામાં આવી રહ્યાં છે. 80ના દાયકામાં કોંગ્રેસ દ્વારા આદિવાસીઓનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે તેમને જમીન આપી હતી. પણ ભાજપ સરકારે તે કામ કર્યું નથી. ભાજપ સરકાર પ્રજાના નાણાં બેફામ વાપરી રહી છે.

બધાએ એકજૂટ થઈને ભાજપ સરકાર સામે લડવાનો સમય આવી ગયો છે. બધાએ એક થઈને જ્યાં સરકાર ખોટું કરી રહી હોય ત્યાં તેને રોકવા માટે હાથ મિલાવવા જોઈએ. સભ્યોએ જણાવ્યું હતું કે, સરકારે ગેસના બાટલા આપ્યા પણ ગેસનો ભાવ વધારો કરીને તે ડબલ વસૂલ કરી દીધા છે. હવે તો કેરોસીન પણ આપવાનું બંધ થઈ ગયું છે તેથી જંગલમાંથી લાકડા વિણવા માટેનો યુગ ફરી આવી ગયો છે. ગેસ, કેરોસીનના બદલે હવે લાકડાથી રસોઈ કરવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp