અમદાવાદમાં બીયર વેચવા 4 યુવતીઓ આવી હતી, 214 ટીન સાથે પકડાઇ ગઇ

PC: news18.com

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે પરંતુ અવાર નવાર બુટલેગરો દારૂબંધી વાળા ગુજરાતમાં અલગ-અલગ પ્રકારે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. કેટલીક વખત બુટલેગરો દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની આડમાં દ્વારા દારૂની સપ્લાય કરવામાં આવે છે. તો કેટલીક વખત મહિલાઓ દ્વારા પણ દારૂની સપ્લાય કરવામાં આવતી હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદની કૃષ્ણનગર પોલીસ દ્વારા ટ્રેનમાં બેસીને બીયરની હેરાફેરી કરતી યુવતીઓની બિયરના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે, નવા નરોડા વિસ્તારમાં કેટલીક યુવતીઓ વિદેશી દારૂનો મુદ્દામાલ લઈને પસાર થવાની છે. ત્યારે પોલીસની ટીમ દ્વારા બાતમી વળી જગ્યા પર વોચ ગોઠવવામાં આવી હતી અને ચાર યુવતીઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે શંકાના આધારે તમામ યુવતીઓને પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં આ યુવતીઓ મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે યુવતીઓ પાસે રહેલા થેલાની તપાસ કરી હતી અને થેલાની અંદર પોલીસને બીયરનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા આ ચારેય મહારાષ્ટ્રીયન યુવતીની 214 બીયરના ટીન સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, યુવતીઓના નામ લક્ષ્મી માછરે, પૂર્ણિમા ભાટ, પૂજા તમાઉંચીકર અને સુનીતા ટીંડેગે છે. પોલીસને વધુમાં જાણવા મળ્યુ હતું કે, આ મહિલાઓ અમદાવાદમાં કુબેર નગરના તેજસ નામના બુટલેગરને આ બિયરનો જથ્થો આપવા જવાની હતી.

તો બીજી તરફ આ બાબતે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રના 4 યુવતીઓ ઓછી મહેનતે વધારે પૈસા કમાવવા માટે દારૂની ખેપ મારતી હતી અને 4 યુવતીઓ બિયરનો જથ્થો અલગ-અલગ બેગમાં મૂકીને ટ્રેનમાં બેસી જતી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આ ચારેય યુવતીઓ ટ્રેનમાં એક સાથે બેસતી ન હતી પરંતુ અમદાવાદ આવે એટલે ચાર યુવતીઓ એક રિક્ષામાં એક સાથે બેસી જતી હતી.

ઉલ્લેખનિય છે કે, કોરોનાની મહામારી વચ્ચે પણ અવાર નવાર દારૂની સપ્લાય કે હેરફેરીના કિસ્સાઓ સામે આવે છે. થોડા દિવસો પહેલા જ અમદાવાદ પોલીસે તેલના ડબ્બાની અંદર દારૂ છૂપાવીને લઈ જઇ રહેલા બુટલેગરની ધરપકડ કરીને તેની પાસેથી દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp