ગુજરાતમાં 42.6 ટકા ખેડૂતોએ લોન લઇ દેવું કરેલું છે

PC: ananth.org

ગુજરાતમાં ખેતીવાડીમાં મશગૂલ ખેડૂતોએ પેટે પાટા બાંધીને ખેતરમાં અનાજ વાવ્યું છે અને તે અનાજ જો એક રૂપિયે કે દસ રૂપિયે કિલો વેચાય તો ખેડૂતોની હાલત ભૂંડી થાય છે અને સરવાળે ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડતાં છેવટે દેવાદાર બને છે.

મહારાષ્ટ્રનો ખેડૂત તો રોડ પર આવી ગયો છે અને ગુજરાતનો ખેડૂત પણ તૈયાર છે. સરકારી દસ્તાવેજ પ્રમાણે ગુજરાતના 43.6 ટકા ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે અને તેઓએ દેવું કર્યું છે.

ભારતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે તેમાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ ટોચક્રમે આવે છે પરંતુ તે પછીનો ક્રમ ગુજરાતનો હોઇ શકે છે. કી ઇન્ડિકેશન ઓફ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર હાઉસહોલ્ડ ઇન ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 58.71 લાખ પરિવારો છે તે પૈકી 39.30 લાખ પરિવારો એટલે કે 67 ટકા પરિવારો ખેતી પર નભે છે.

આ ખેતી સાથે સંકળાયેલા પરિવારો પૈકી 10.30 લાખ પરિવારો આદિજાતિના છે. 1.52 લાખ પરિવારો અનુસૂચિત જનજાતિના છે. 19.56 લાખ પરિવારો અન્ય પછાત વર્ગના છે અને 7.91 લાખ પરિવારો અન્ય સામાજીક વર્ગોના ખેતી કરીને આજીવિકા મેળવી રહ્યાં છે.

રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ખેતી કરતો ખેડૂત સરેરાશ માસિક 7926 રૂપિયા મેળવે છે. જેના આધારે જોઇએ તો ખેડૂતની વાર્ષિક આવક 95112 રૂપિયા થાય છે. ગુજરાતમાં ખેડૂતની સરેરાશ માસિક આવક પૈકી 2383 રૂપિયા મજૂરીમાંથી, ખેતીની નેટ આવક 2933 રૂપિયા, પશુપાલનમાંથી 1930 રૂપિયા અને બિનખેતીની પ્રવૃત્તિમાંથી માત્ર 380 રૂપિયા જોવા મળે છે.

ખેડૂતની સરેરાશ માસિક આવક 7926 રૂપિયામાંથી ખેડૂતની ઉપભોક્તાનું માસિક ખર્ચ 7672 રૂપિયા થાય છે. ગુજરાતમાં ખેડૂતનું ખેતીના પાક લેવા માટે માસિક ખર્ચ 2250 રૂપિયા થાય છે, જ્યારે એક પાકમાંથી માસિક આવક 5773 રૂપિયા થાય છે. ઉપરાંત પરિવારના પશુપાલન માટે છેલ્લા 30 દિવસમાં 2399 રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે. આટલા ખર્ચા અને આટલી ઓછી આવકમાં જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળે તો ખેડૂતોની હાલત આપણે સમજી શકીએ તેવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp