કચ્છના હરામીનાળામાંથી 5 પાકિસ્તાની બોટ મળી, બધા ઘૂષણખોરો ફરાર

PC: divyabhaskar.co.in

કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવામાં આવતા પાકિસ્તાનમાં પેટમાં તેલ રેડાયું છે અને તેને લઇને પાકિસ્તાન કોઈના કોઈપણ નાપાક હરકત કરી શકે તેવી આશંકાને લઇને નેવી, એરફોર્સ અને આર્મી દ્વારા તમામ જગ્યા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન BSFને કચ્છની સંવેદનશીલ ગણાતી જળસીમાના હરામીનાળા પરથી પેટ્રોલિંગ સમયે 5 પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી.

તેથી BSFના જવાનો દ્વારા આ પાંચ બોટમાં સવાર ઘુષણખોરોને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ હરામીનાળાની ખાડીમાંથી BSFને સિંગલ એન્જીનવાળી બે પાકિસ્તાની બોટ મળી આવી હતી, જેથી તે સમયે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ BSFને બોટમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે, સુત્રોના જણાવ્યા અનુસાર તુર્કી દ્વારા પાકીસ્તાનને ચાર નાના કદની આધુનિક સબમરીન જન્યુઆરી 2020 સુધીમાં આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે અને પાકિસ્તાન આ સબમરીનને કચ્છની સંવેદનશીલ જળસીમાની સામે પાર તહેનાત કરવાની કવાયત કરી રહ્યું છે, તેથી ભારતીય સેના દ્વારા સિરક્રીક સહીતના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ પાકિસ્તાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp