જૂનાગઢમાં પિતાને ફટકારતી પોલીસના વિરોધમાં દીકરીએ પોલીસ સ્ટેશનમાં ઝેર પીધું

PC: toiimg.com

ગુજરાતના જુનાગઢમાં પોલીસની એક શરમજનક હરકત સામે આવી છે. કોઇપણ કારણ વગર પોલીસ દ્વારા પિતાને ટોર્ચર કરવામાં આવતા પીડિત પિતાની દીકરીએ પોલીસ સ્ટેશનમાં ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં 6 પોલીસકર્મી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારના રોજ પીડિતાને હોસ્પિટલમાં ઇલાજ માટે લાવવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું.

પીડિતાની મોત બાદ તેના પરિવાજનોએ હોસ્પિટલમાં હંગામો શરૂ કરી દીધો હતો અને આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. પરિવારજનો દ્વારા પ્રદર્શન બાદ દબાણમાં SPના નિર્દેશ પર આરોપી 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ કરી લેવામાં આવી છે.

રિપોર્ટ મુજબ પીડિતાના પિતા રઝાક આદમ મોદી ટેમ્પો ચલાવીને ઘરનું ભરણ પોષણ કરે છે. બુધવારે જૂનાગઢના વિસાવદર બસ સ્ટેન્ડ પાસે ટેમ્પો પાર્ક કરવાને લઈને રઝાક આદમ અને અમુક પોલીસવાળા વચ્ચે વિવાદ ચાલુ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસવાળાઓએ રઝાકની ધરપકડ કરી લીધી હતી અને તેનો ટેમ્પો જપ્ત કરી લીધો હતો. આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ નોંધાયેલી FIRમા કહેવામાં આવ્યું હતું કે, પિતાની ધરપકડની ખબર મળતા તેમની દીકરી આશિયા પણ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી.

પરંતુ જ્યારે આશિયા પોલીસ સ્ટેશન પહોંચી, ત્યારે પોલીસ તેના પિતાની પિટાઇ કરી રહી હતી. આશિયાએ પોતાના પિતાની પિટાઇનો વિરોધ કર્યો હતો, જેને કારણે પોલીસવાળાઓએ આશિયાની સાથે ખરાબ વર્તન કર્યું હતું, જેને કારણે આશિયાએ પોલીસ સ્ટેશનમાં જ ઝેર ખાઇ લીધું હતું અને તેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ગુરુવારના રોજ તેનું મૃત્યુ થયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp