'મોગલ છેડતા કાળો નાગ' પર જીવતા સાપ સાથે ગરબા રમનારી જૂનાગઢની 3 છોકરી મુશ્કેલીમાં

PC: youtube.com

જૂનાગઢના એક ગામમાં માતાજીના ગરબામાં જીવતા સાપને પકડીને ગરબા રમવા ત્રણ બાળાઓને ભારે પડ્યા હતા. ત્રણ બાળાઓએ 'મોગલ છેડતા કાળો નાગ' ગીત પર ગરબા કરતા કરતા જીવતા સાપને હાથમાં પકડ્યા હતા. આ ગરબા દરમિયાન ઝેરી સાપ કોઈને કરડી ન જાય તે માટે સાપના બે દાંત કાઢી નાંખવામાં આવ્યા હોવાનું પણ વન વિભાગની તપાસમાં બહાર જાણવા મળ્યું છે. આ ઘટના પરથી સવાલ ઉઠી રહ્યા છે કે, માતાજીના ગરબામાં માત્ર દેખાવ અને પ્રદર્શન કરવા માટે વન્ય જીવો સાથે હિંસા શા માટે કરવામાં આવી રહી છે, શું માતાજીના ગરબા જીવતા સાપ વગર ન થઇ શકે?

એક રિપોર્ટ અનુસાર જૂનાગઢના માંગરોળ તાલુકામાં આવેલા શીલ ગામમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાના આ આયોજનમાં ત્રણ જેટલી બાળાઓ જીવતા સાપની સાથે ગરબે રમી રહી હતી. માતાજીની વેશભૂષા ધારણ કરીને સાપ સાથે રમનાર ત્રણ બાળાઓ સહીત ગરબી મંડળના આયોજન અને બાળાઓને સાપ પકડતા શીખવનાર સ્નેક કેચર સહીત પાંચ સામે વન વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા ગરબી મંડળના આયોજન નીલેશ જોશી અને બાળકોઓને સાપ પકડતા શીખવનાર સ્નેક કેચર જુમા જમાલ સાતીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાંથી આ બંને જમીન પર છૂટી ગયા હતા. તો બીજી તરફ સાપને હાથમાં લઇને ગરબા કરનાર બે બાળાઓને દંડ કરવામાં આવ્યો હતો અને એક બાળાને જુવેનાઈલ કોર્ટમાં મોકલવામાં આવી હતી.

સાપએ વન્ય પ્રાણી છે અને સેડ્યુલ વન એક્ટમાં આવે છે. તેથી વન વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર એક બાળાના હાથમાં ઝેરી કહેવામાં આવતો કોબરા સાપ હતો પરંતુ આ સાપને પકડીને તેના ઝેરી દાંત કાઢી લેવામાં આવ્યા હતા અને પછી સાપને બાળાઓના હાથમાં આપવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે વન વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp