આ પિતાએ પુત્રીને લગ્નના આણામાં આપ્યા 2200 પુસ્તકો, કર્યું જ્ઞાનરૂપી કરિયાવર

PC: divyabhaskar.co.in

દીકરીના લગ્ન થાય એટલે એને કરિયાવર દેવાની રીત આજે પણ મોટા ભાગના સમાજમાં જોવા મળે છે. શ્રીમંતો પોતાના દીકરીને અદ્યતન સવલત અને ઘરમાં ઉપયોગી થાય એવી વસ્તુઓનો ઢગલો કરી દેતા હોય છે. સાથોસાથ લાખો રૂપિયાના દાગીના અને વિદેશ પ્રવાસની ભેટ તો અલગથી. પણ સમાજમાં કેટલાક એવા પણ લગ્ન થાય છે જેને સામાન્ય માની શકાય. આવું જ એક અસામાન્ય કરિયાવર રાજકોટના કિન્નરીબાનું જોવા મળ્યું છે.

પુત્રીએ પોતાના પિતા પાસે પોતાના વજન જેટલા પુસ્તકો કરિયાવરમાં આપવા માટેની ઈચ્છા કરી હતી. કિન્નરીબાના પિતા શિક્ષક છે જેણે 2200 જેટલા પુસ્તકો ગાડામાં ભરીને કરિયાવરમાં આપીને દીકરીને સાસરી વળાવવાનું આયોજન કરાયું છે. રાજકોટ શહેરના નાનામવા વિસ્તારમાં રહેતા શિક્ષક હરદેવસિહ જાડેજાની પુત્રી કિન્નરીબાને વાંચન વારસામાં મળ્યું છે. નાનપણથી જ પુસ્તક પ્રેમી રહ્યા છે. પોતાના જ ઘરમાં 500 પુસ્તકોની લાયબ્રેરી બનાવી છે. વાંચનથી એમની પાસે સમજણ અને શબ્દ ભંડોળનો એક ખજાનો તૈયાર થયો છે. સાથે સાથે તે સારા વક્તા પણ છે. એક વર્ષ પહેલા કિન્નરીબાની સગાઈ ભગીરથસિંહ સરવૈયાના પુત્ર પૂર્વજિતસિંહ સાથે થઈ હતી. જે મૂળ વડોદરાના છે અને હાલ કેનેડામાં છે.

દીકરીએ માગ કરી હતી કે, કરિયાવરમાં મારા વજન જેટલા પુસ્તકો આપજો. આ વાત માનીને પિતાએ પુત્રીની ઈચ્છા પૂરી કરવા માટે આશ્ચર્યમાં મૂકાય જાય એવા પુસ્તકો આપવા નિર્ણય કર્યો. છેલ્લા છ મહિનામાં દિલ્હી, કાશી અને બેંગ્લુરુ સહિતના શહેરમાં ફરીને પુત્રી માટે જુદા જુદા વિષયના પુસ્તકોની ખરીદી કરી. જેમાં આધ્યાત્મથી લઈને અંગ્રીજી, હિન્દીના ખ્યાતનામ લેખકો, અનુવાદ, ગુજરાતી સાહિત્યના પુસ્તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુરાન, બાઈબલ અને 18 જુદા જુદા પુરાણ જેવા ધાર્મિક પુસ્તકો પણ છે. તા.16.2.2020ના રોજ કિન્નરીબાના લગ્ન છે. એ દિવસે પિતા એમને કરિયાવરમાં આ એક જ્ઞાનરૂપી કરિયાવર આપશે. આ સાથે પુસ્તકોથી ભરેલું એક ગાડું પણ તૈયાર કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp