સુરતના હીરાના વેપારીએ વડીલોનું ઋણ ચૂકવવા 9 વૃદ્ધને વિમાનની મુસાફરી કરાવી

PC: youtube.com

આકાશમાં ઉડતા પ્લેટને જોઈને ઘણા લોકો મનોમન એવો વિચાર કરતા હોય છે કે, પ્લેનમાં બેસવાનો મોકો ક્યારે મળશે. સામાન્ય અને ગરીબ વર્ગના લોકોનું સ્વપ્ન હોય છે કે જીવનમાં એક વખત ફ્લાઈટની મુસાફરી કરવી. ત્યારે સુરતના એક હીરાના વેપારીએ તેમના વતનમાં ખેતી કરતા વૃદ્ધ વડીલોનું પ્લેનના બેસવાનું સ્વપ્ન પૂરું કરવા માટે ગામના વડીલોને હવાઈ મુસાફરી કરાવી હતી. આ હીરાના વેપારીએ તેમના ગામના વડીલોની ઈચ્છા પૂરી કરવા માટે વૃદ્ધ લોકોને અમરેલીથી સુરતની હવાઈ મુસાફરી કરાવી હતી અને ત્યારબાદ તેમને અલગ-અલગ ફરવાલાયક સ્થળો પર ફેરવ્યા પણ હતા. હીરાના વેપારીના કારણે આખું જીવન ખેતી કરતા વડીલોની હવાઈ મુસાફરી કરવાની ઈચ્છાપૂરી થઇ હતી.  

રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના લોકોએ સુરતના પોતાની કર્મભૂમિ બનાવી છે. સૌરાષ્ટ્રના નાના એવા ગામમાંથી ગરીબ પરિવારના લોકો સુરતમાં આવીને રોજી-રોટી મેળવીને સુખી સંપન્ન થયા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આજે એક એવા હીરાના વેપારીની વાત કરવી છે કે, તેમને વતનનું ઋણ ચૂકવવા માટે પોતાના ગામમાં વડીલોને હવાઈ મુસાફરી કરાવી હતી. આ વેપારીનું નામ છગન સીમેડીયા છે. તેઓ 15 વર્ષ પહેલ અમરેલી જિલ્લાના લાઠીના ધામેલ ગામની અંદર ખેતી કરતા હતા અને હાલ તેઓ સુરતના કતારગામ વિસ્તારમાં તેમના પરિવારની સાથે રહે છે.

હીરાના વેપારીએ આર્થિક રીતે વધુ મજબૂત થવા માટે સુરત આવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેમને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી લીધી. સુરતમાં આવીને છગન સીમેડીયાએ હીરાનો વ્યસાય શરૂ કર્યો. હાલ તેઓ બેલ્જિયમમાં પણ એક હીરાની ઓફિસ ધરાવે છે. તેઓ પૈસે-ટકે સુખી સંપન્ન થયા બાદ તેમને પોતાના ગામના વડીલોને સ્વખર્ચે હવાઈ મુસાફરી કરાવવાનો નિર્ધાર કર્યો. ત્યારબાદ હીરાના વેપારી છગન સીમેડીયાએ તેમના ગામના 9 વૃદ્ધ વડીલોની ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી. ત્યારબાદ આ તમામ ફ્લાઈટમાં અમરેલીથી સુરત સુધીની હવાઈ મુસાફરી કરાવવામાં આવી. ત્યારબાદ એરપોર્ટ પરથી આ તમામ વડીલો માટે ઘર સુધી લાવવા માટે એક વાહનની વ્યવસ્થા કરવામાં આવી.

જ્યારે આ તમામ વડીલો સુરતમાં છગન સીમેડીયાના ઘરે ગયા ત્યારબાદ તેમને વડીલોને અલગ-અલગ ફરવાલાયક સ્થળો પર ફેરવ્યા હતા. હીરાના વેપારી છગન સીમેડીયાના કારણે હવાઈ મુસાફરીનો લાભ મળ્યો હોવાના કારણે તમામ વડીલો ખૂબ જ ખૂશ થયા હતા. મહત્ત્વની વાત છે કે, જે 9 વડીલોને હીરાના વેપારીએ હવાઈ યાત્રા કરાવી હતી તે 9 વડીલો એ હતા કે જ્યારે હીરાના વેપારી છગન સીમેડીયા ખેતી કામ કરતા હતા ત્યારે આ વડીલો તેમને ખેતી કામમાં મદદ કરતા હતા. એટલે વડીલોને હવાઈ મુસાફરી કરાવીને અને સુરતમાં ફરવાલાયક સ્થળો પર ફેરવીને હીરાના વેપારીએ વડીલોનું ઋણ ચૂકવ્યું હતું .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp