પુત્રનો જન્મ થતા પિતાએ 2000 ઘરોની મુલાકાત લીધી, જાણો કેમ?

PC: khabarchhe.com

દીકરા-દીકરીનો જન્મ થતાં અનેક પરિવાર જુદી-જુદી રીતે ઉજવણી કરતાં હોય છે. કોઇ મિઠાઇ વહેંચે તો કોઇ પાર્ટી કરતાં હોય છે, પણ કાપોદ્રાના એક પરિવારે ચકલીના માળાનું વિતરણ કરી પુત્રના જન્મની ઉજવણી કરી હતીમુળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુંદાણા ગામના વતની અને કાપોદ્રાની શ્રીજીકૃપા સોસાયટીમાં રહેતા મુકેશભાઇ ભટ્ટે પોતાના ઘરે પુત્ર 'વેદ' નો જન્મ થતાં તેમણે 2 હજાર જેટલા ચકલીના માળાઓ જાતે બનાવ્યા હતા. અને પોતાના ગામ ગુંદાણામાં અને સુરતમાં રહેતા સંબંધીઓને ત્યાં ઘરે-ઘરે જઇને વિતરણ કર્યું હતું.

મુકેશભાઇ ભટ્ટના જણાવ્યા અનુસાર ચકલીની વસ્તી ઘટવાની મને ચિંતા હતી. તેથી મેં ચકલીના માળા, પાણીના કુંડા અને પક્ષી બચાવો અભિયાન શરૂ કર્યું છે. હું 7 વર્ષથી શિવ નેચર ક્લબ એન્ડ ચેરિટેબલ ટ્ર્સ્ટ દ્વારા 'પક્ષી બચાવો' અભિયાન ચલાવી રહ્યો છું, જે અંતર્ગત મારા ઘરે પુત્રનો જન્મ થતાં મેં 2 હજાર જેટલા ખોખામાંથી બનાવેલ ચકલીના માળા મારા ગામ ગુંદાણા અને સુરતમાં રહેતા સંબંધીઓને ઘરે-ઘરે જઇને વિતરણ કર્યું હતુંઆ ઉપરાંત અમે ઉત્તરાયણમાં પણ ' પક્ષી બચાવો' અભિયાન ચલાવીએ છીએ. સાથે જ મારા આ કાર્યથી લોકો પ્રેરણા મેળવી પર્યાવરણ અને પક્ષીઓને બચાવવાના કાર્યમાં સહભાગી બને તેવું હું ઇચ્છુ છૂ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp