અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર બસમાં આગ ભભૂકી ઉઠી

PC: news18.com

ગત રાત્રીના રોજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર એક બસમાં એકાએક આગ ભભૂકી હતી. જોત જોતામાં આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, બસ આખી આગની ઝપેટમાં આવી હતી. જે સમયે બસમ આગ લાગી ત્યારે બસની અંદર 28 જેટલા મુસાફરો સવાર હતા. આ ઘટનાની જાણ લોકોએ ફાયર વિભાગને કરતા ફાયરની ગાડી ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયરના જવાનોએ બસમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવી તજવીજ શરૂ કરી હતી. આ ઘટના પેટ્રોલપંપ પર બની હોવાના કારણે લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન જોતી. ફાયરના જવાનોએ ભારે જાહેમદ બાદ બસમાં લાગેલી લાગ પર કાબુ મેળવ્યો હતો.

રિપોર્ટ અનુસાર લોકડાઉન હળવું થવાના લોકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે. ત્યારે સરકારી અને ખાનગી બસ સેવા પર શરૂ થઇ ગઈ છે. તેવામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે બેંગ્લોરથી રાજસ્થાન જતી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બેંગ્લોરથી એક ખાનગી બસ 28 જેટલા મુસાફરોને લઇને રાજસ્થાનના જોધપુરમાં જઈ રહી હતી.

તે સમયે બસ મોડી રાત્રીના સમયે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર આવેલા માંકવા ગામ નજીક એક પેટ્રોલપંપ કર ડીઝલ ભરાવવા માટે ઉભી રહી હતી. ડીઝલ ભરાવવા ઉભેલી બસમાં એકાએક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જે સમયે બસમાં આગ લાગી ત્યારે તેમાં 28 જેટલા મુસાફરો સવાર હતા. તેથી બસના ચાલક અને પેટ્રોલપંપના લોકોએ બસમાં રહેલા મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા.

બસમાં આગ લાગ્યાના થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના પેટ્રોલપંપ પર બની હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ નડીયાદ ફાયર વિભાગને થતા ફાયર ફાયટરો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બસમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરના જવાનોએ ભારે જાહેમદ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની થવા પામી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp