અહીં 'નારી અદાલત'માં ન્યાયની જગ્યાએ મળે છે પતંગ! શું આ છે ‘વાઈબ્રન્ટ ગુજરાત’?

PC: news18.com

સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસનો ડંકો વાગે છે. આ સિવાય વાઈબ્રન્ટ ગુજરાત સમિટ જેવા આયોજનો પાછળ કરોડો રુપિયા ખર્ચ કરવામાં આવે છે. ગુજરાત વિકાસના નામે ચૂંટણીઓ દરમિયાન લાભ ખાટવામાં આવે છે. હવે આગામી સપ્તાહે વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્રે વિશ્વ ગુજરાત તરફ મીટ માંડીને બેઠું છે. આવા સમયે લોકો આ બે જગ્યાઓ વિશે જાણે તો, તેઓના માનસપટ પર ગુજરાતની કેવી છાપ પડશે? આજે અમે તમને એવી જ બે બાબતોથી વાકેફ કરાવા જઈ રહ્યાં છીએ...

સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રના રાજકોટ સ્થિત સદર બજારની. આ બજાર સિઝનલ ધંધા માટે જાણીતી છે. આ બજારમાં ગાંધીનગર સંચાલિત નારી અદાલત પણ આવેલી છે. હાલ હાલ ઉત્તરાયણનો સમય હોવાથી અહી પતંગોના સ્ટોલ નાંખવામાં આવ્યા છે. આ અદાલતમાં ઘરેલું ઝઘડાઓનો નિકાલ કરવામાં આવે છે. આ નારી અદાલતના સંચાલક મીનીબેન પીઠડિયાના પતિ દ્વારા કોર્ટ પાસે જ પતંગનો સ્ટોર નાખવામાં આવ્યો છે. જેથી પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે, નારી અદાલતમાં ન્યાયની જગ્યાએ પતંગ મળે છે. આ અંગે પુછવામાં આવતા સંચાલક મીનાબેને બચાવ કરતા જણાવ્યું કે, અદાલતમાં ન્યાયને સંલગ્ન કામકાજ જ થઈ રહ્યું છે, મારા પતિએ તો કોર્ટની બહાર પતંગનો સ્ટોલ લગાવ્યો છે.

બીજી વાત કરીએ તો, સાબરકાંઠા જિલ્લાના પોશી તાલુકાના મામા પીપલા ગામની. સરકાર દેશમા તમામ ગામોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવાની વાતો કરતી હોય, પરંતુ સરકારના દાવા આ ગામમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. અહીં નેટવર્કનો અભાવ છે, જેથી કરીને ડિઝીટલ ઈન્ડિયાના નામે મળતી તમામ સરકારી સુવિધાઓ મેળવવા માટે ગામના લોકને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહી વસતા આયુષ્યમાન ભારત પ્રોજેક્ટના લાભાર્થીઓને પોતાના વેરિફિકેશન માટે અહીના ઓજન્સી ડુંગર પર ચઢવું પડે છે. અહીં ડુંગર પર ચઢીને રાઉટર ચાલું કરીને વાઈફાઈથી લેપટોપ કનેક્ટ કરીને લોકોના રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. પરિણામે ગામના લોકો પોતાનો કામધંધો છોડીને સરકારી યોજનાઓમાં પોતાનું નામ નોંધાવવાના કામમાં જ રોકાયેલા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp