સુરત એરપોર્ટ પર પુરુષો જ્યાં ઉભા રહી પેશાબ કરશે ત્યાં મહિલાનું ટોઇલેટ બનાવી દીધુ

PC: divyabhaskar.co.in

સુરત એરપોર્ટના એક પછી એક વિવાદો સામે આવતા રહે છે ત્યારે સુરત એરપોર્ટ ઉપરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આમ તો સુરત એરપોર્ટ કેટલાક વિવાદો અને અસુવિધાઓને કારણે કસ્ટમર સેટિસ્ફેકશનના કરવામાં આવેલા સર્વેમાં નીચે ગગડ્યું છે. ત્યારે ફરી એક વાર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ, ટેક્સી ટ્રેક પ્રોજેક્ટના કાર્યાલયમાં બનાવવામાં આવેલું ટોઇલેટ હાસ્યાસ્પદ બન્યું છે. એરપોર્ટ ઉપર જમણી બાજુ પ્રવેશતાની સાથે જ પ્રોજેક્ટ ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં જાણે કે અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તેમ જેન્ટ્સ અને લેડીઝ ટોઇલેટ એક જ રૂમમાં અને તે પણ આજુબાજુમાં બનાવી દીધા છે. અને આ કારણોસર ફરી એક વાર સુરત એરપોર્ટ ચર્ચામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જ્યાં આ ટોયલેટ બનાવવામાં આવ્યા છે ત્યાં બે અલગ-અલગ વોશરૂમ છે. પરંતુ આ ટોયલેટમાં જવા માટેનો રસ્તો એક જ રાખવામાં આવ્યો છે.

આ સાથે જ આ લેડીઝ-જેન્ટસના ટોયલેટની બહાર એરપોર્ટ અધિકારીઓ દ્વારા પુરુષનો યુરિનલ બ્લોક પણ ઊભો કરવામાં આવ્યો છે. જો કે, લેડીઝ અને જેન્ટ્સના ટોયલેટ મોટા ભાગે એક સાથે હોય એવું જોવા મળતું નથી. આ સાથે જ આજુ-બાજુમાં લેડીઝ અને જેન્ટ્સના ટોયલેટની સાથો સાથ લેડીઝ જે પ્રવેશદ્વારમાંથી ટોયલેટમાં પ્રવેશે છે ત્યાંજ ખુલ્લામાં પુરુષોનો યુરીનલ બ્લોક હોય એવું પણ હોતું નથી.

જો કે, અત્રે ઉલ્લેખનિય છે કે, અહીં ટોઇલેટ તો અલગ-અલગ જ રાખવામાં આવ્યા છે. પરંતુ ટોયલેટમાં પહોંચવાનો બહારનો દરવાજો એક જ છે. અને અંદર પ્રવેશતા યુરિનલ બ્લોક તો ખુલ્લો જ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આ ટોઇલેટમાં જો કોઈ પુરુષ યુરીનલ બ્લોકનો ઉપયોગ કરી રહ્યો હોય અને તે સમયે ત્યાં મહિલા લેડીઝ ટોયલેટના ઉપયોગ માટે આવે ત્યારે મહિલા અને પુરુષ બંને શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ, ટેક્સી ટ્રેક પ્રોજેક્ટના કાર્યાલયમાં બનાવવામાં આવેલા આ ટોઇલેટનો ઉપયોગ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ PTT પ્રોજેક્ટમાં કામ કરતા અનેક કર્મચારી તેમજ ઇજનેરો કરી રહ્યા છે. અહીં મજૂરો માટે પણ અલગ બાથરૂમની વ્યવસ્થા રખાય હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp