વરાછામાં યોગ કરતી વખતે રત્ન કલાકાર ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

PC: abplive.com

સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યોગાસન કરવા ગયેલો રત્નકલાકાર અચાનક ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરે તે પહેલાં જ તેના શ્વાસ થંભી ગયા હતા.  જાણવા મળેલી માહિતી મુજબ હાર્ટએટેકને કારણે રત્ન કલાકારે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી આવા અનેક ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ક્રિક્રેટ રમતા રમતા હ્રદયરોગના હુમલાને કારણે યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં જ છેલ્લાં એક મહિનામાં 5થી વધારે  યુવાનો સ્પોર્ટસ રમતા રમતા હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યા હોવાના કિસ્સા બન્યા છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ ચોક પાસે હરેકૃષ્ણ ફાર્મ હાઉસમાં 44 વર્ષના મુકેશ મેંદપરા યોગાસન કરવા ગયા હતા. મુકેશ મેંદપરા વરાછાની એક ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. ધૂળેટીની રજા હોવાને કારણે મેંદપરા વહેલી સવારે યોગા કરવા ગયા હતા. યોગા કરતી વખતે તેમની તબિયત અચાનક લથડી હતી અને તેમને દુખાવો ઉપડ્યો હતો. મુકેશ મેંદપરાને નજીકમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એ પહેલાં જ તેમનું મોત થઇ ચૂક્યું હતું. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ મથકના પીએસઆઇ પી. એ. ભેડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઈને યોગ દરમ્યાન એસીડીટી અને પેટમાં બળતરા થયા બાદ સાથી મિત્રો ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ તે પહેલા તેમને છાતીમાં દુઃ ખાવો વધુ થયો હતો. હાર્ટ બંધ થઈ ગયું હોવાનું જાણવા મળતા તેમને મૃત જાહેર કર્યા હતા. એટલે અચાનક હૃદય રોગના હુમલાને કારણે તેમનું મોત થયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે PM રીપોર્ટ બાદ મુકેશભાઈના મોતનું કારણ સામે આવી શકે છે.

છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનં પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી છથી સાત લોકોના મોત થયા છે.  હજુ થોડા દિવસો પહેલાં જ ઓલપાડમાં એક યુવાન ક્રિક્રેટ રમતા રમતા ઢળી પડ્યો હતો. આવા કિસ્સા રાજકોટમાં પણ બન્યા હતા. આવી રીતે મોતને ભેટનારો લોકો  એકદમ યુવાન વયના હતા.

મેદાન પર રમતી વખતે અચાનક મોતના કિસ્સાને સરકારે અને તબીબોએ ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે દિવસે દિવસે આવા કિસ્સા વઘી રહ્યા છે. તબીબોએ એ પણ ચેક કરવું જોઇએ કે કોરોનાને કારણે હાર્ટએટેકના બનાવો તો નથી વધી રહ્યા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp