ભરત કેન્સર હોસ્પિટલના ટોમોથેરાપી સેન્ટરનું એક વર્ષ પૂર્ણ થતાં સેમિનાર યોજાયો

PC: Khabarchhe.com

ભરત કેન્સર હોસ્પિટલ દ્વારા ટોમોથેરાપી સેન્ટરને એક વર્ષ પુરુ થતાં શહેરના અવધ ઉટોપિયા ખાતે 'મોસ્ટ એડવાન્સ ટ્રીટમેન્ટ ઇન કેન્સર ટોમોથેરાપી' વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 150 જેટલા ડોક્ટરોએ હાજરી આપી હતી. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ડો. દેવનારાયણ દત્તા( કોચીના અમૃતા ઇન્સિટટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયેનના વડા)એ તબીબોને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ભરત કેન્સર હોસ્પિટલના પ્રેસિડેન્ટ મહેન્દ્ર કતારગામવાળાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જ્યારે હોસ્પિટલના ચેરમેન ડો. મહેન્દ્રસિંહ ચોહાણે જણાવ્યું હતું કે, 1 વર્ષમાં 350 દર્દીઓને ટોમોથેરાપી દ્વારા સારવાર અપાઇ છે. અને નજીકના ભવિષ્યમાં PET-CT પણ લાવી રહ્યા છીએ, જેથી કરીને દર્દીઓને એક જ હોસ્પિટલમાં બધી સારવાર આપી શકાય.
જ્યારે હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. એન.કે. અજમેરાએ જણાવ્યું કે, એક જગ્યાએ બધી સગવડો પરિપૂર્ણ રીતે પુરી પાડવામાં આવે છે. જ્યારે ડો. નિલેશ મહાલે જણાવ્યું કે, ટોમોથેરાપીના કારણે ખુબ જ સચોટ રીતે સારવાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp