સુરતઃ જમીન દલાલીનો ધંધો ભાંગી પડતા નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલું કરી

PC: news18.com

આમ તો રાજ્યમાં દારૂબંધી છે. પણ આ કાયદો માત્ર કાગળ પર હોય એવું અનેક વખત સામે આવ્યું છે. રાજ્યમાંથી સમયાંતરે દારૂનો મોટો સ્ટોક પકડાય ત્યારે અમલવારી સામે મોટા પ્રશ્નો ઊભા થાય છે. મહાનગર સુરતમાં જમીન દલાલીનું કામ ન ચાલતા એક ભેજાબાજે ઉમરા ખાતે પોતાના ઘરે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલું કરી હતી.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઉમરા વિસ્તારમાં યુવક દારૂનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે ચોક્કસ યોજના પ્રમાણે દરોડા પાડીને નકલી દારૂ બનાવતી એક ફેક્ટર સાથે એક યુવકને પકડી પાડ્યો હતો. આ સાથે પોલીસે નકલી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ પણ જપ્ત કરી લીધું છે. જ્યારે યુવાન સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. દરોડા દરમિયાન પોલીસને બીજી કેટલીક વસ્તુઓ તથા દારૂની જુદી જુદી બ્રાંડની ખાલી બોટલ મળી આવી હતી. રાજ્યમાં દારૂબંધી છે પણ સમયાંતરે મોટો સ્ટોક પકડાય છે. જેમાં વસ્તુની ગુણવત્તા સામે પણ ઘણીવાર પ્રશ્નો ઊભા થાય છે. તો ક્યારેક નકલી દારૂ વેચનારા પણ ફાવી જાય છે. એવામાં ઉમરા પોલીસને નકલી દારૂના વેપલાની ચોક્કસ બાતમી મળી હતી. કોરોના કાળમાં જમીન દલાલીનું કામ ભાંગી પડતા યુવક આ રવાડે ચડ્યો હતો. વિદેશી દારૂ બનાવવાનું ચાલું કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કેમિકલમાંથી વિદેશી દારૂ તૈયાર કરીને ઘરમાંથી જ વેચાણ કરવાનું ચાલું કર્યું હતું. પોલીસે ઉમરા ગામના મિતલ નામના મકાનમાં દરોડા પાડ્યા હતા. આ યુવાનનું નામ કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરિયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે પોલીસને બ્રાંડેડ દારૂની ખાલી બોટલ, બુચ તથા અન્ય કેમિકલ મળી આવ્યું હતું. પોલીસે યુવાનની પૂછપરછ કરતા કેમિકલનો ઉપયોગ કરીને તે વિદેશી દારૂ બનાવતો તથા વેચાણ પણ કરતો એવી કબુલાત કરી છે. પોલીસે આ કેસમાં યુવક સામે કાયદેસરના પગલાં લીધા છે. આરોપી આવું કેટલા સમયથી કરતો હતો, વેપલામાં બીજા કેટલા લોકો જોડાયેલા, કોણ કોણ લેવા માટે આવતું એ અંગે પોલીસે વધારે તપાસ શરૂ કરી દીધી છે. ઘટના સ્થળેથી 10 લિટર આલ્કોહોલ પણ મળી આવ્યું હતું. આ ઉપરાંત દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કલર, પ્લાસ્ટિકના કેરબા, પીપ, ટબ તેમજ કેટલાક કાગળ જપ્ત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp